‘યોગા ફોર વન અર્થ, વન હેલ્થ’ થીમ અને ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત 21 જૂને નડિયાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, પીપલગ રોડ ખાતે જિલ્લા કક્ષાનો યોગ દિવસ ઉજવણી કાર્યક્રમ સવારે 5:30 થી 7:45 કલાક દરમિયાન આયોજિત કરવામાં આવશે.
આ વિષયના અનુસંધાને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેકટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં, કલેકટર દ્વારા યોગ દિવસ ઉજવણી કાર્યક્રમના આયોજનની જાણકારી આપી હતી.
અને પ્રચાર માધ્યમોના સહકાર થી જિલ્લાના લોકોને આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જોડાવા અપીલ કરી હતી.
જિલ્લામાં તાલુકા કક્ષા, નગરપાલિકા કક્ષા, ગ્રામ પંચાયતો, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક અને ધાર્મિક સંગઠનો, આરોગ્ય કેન્દ્ર, પોલીસ મથકો વગેરે જેવા અંદાજિત 15 જેટલા સ્થળો પર યોગ દિવસ ઉજવણી કાર્યક્રમમાં યોજાશે. વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ સ્થળો માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. મુખ્ય તમામ કાર્યક્રમ સ્થળો પર એલઇડી પ્રસારણની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જેમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના કાર્યક્રમના જીવંત પ્રસારણ નિહાળવામાં આવશે.
21 જૂનના રોજ સવારે 5:30થી 7:45 કલાક દરમિયાન જિલ્લા અને નડિયાદ મહાનગરપાલિકાના જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોગી ફાર્મ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પીપલગ રોડ નડિયાદ ખાતે, નડિયાદ તાલુકા કક્ષાનો કાર્યક્રમ પ્રાર્થના સભા હોલ એસ.એન.પટેલ હાઇસ્કુલ આખડોલ ખાતે, ખેડા તાલુકા કક્ષાનો કાર્યક્રમ સેન્ટ્રલ હોલ, એચ.એન્ડ.ડી પારેખ હાઇસ્કુલ ખેડા ખાતે, ખેડા નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ પટેલ વાડી ખેડા ખાતે, મહેમદાવાદ તાલુકા અને નગરપાલિકાનો સંયુક્ત કાર્યક્રમ સોનાવાલા હાઈસ્કૂલ મહેમદાવાદ ખાતે, મહુધા તાલુકા અને નગરપાલિકાનો સંયુક્ત કાર્યક્રમ પટેલ વાડી, ગાયત્રી મંદિર પાસે મહુધા ખાતે થશે.
આ ઉપરાંત કઠલાલ તાલુકા અને નગરપાલિકાનો સંયુક્ત કાર્યક્રમ એમ.આર.શેઠ હાઈસ્કૂલ, હોલ કઠલાલ ખાતે, કપડવંજ તાલુકા અને નગરપાલિકાનો સંયુક્ત કાર્યક્રમ કપડવંજ કેળવણી મંડળ કેમ્પસ ડાકોર રોડ કપડવંજ ખાતે, ઠાસરા તાલુકા અને નગરપાલિકાનો સંયુક્ત કાર્યક્રમ કાશીબા હોલ, ધી જે.એમ.દેસાઈ હાઈસ્કૂલ ઠાસરા ખાતે, માતર તાલુકા કક્ષાનો કાર્યક્રમ એન.સી. પરીખ હાઇસ્કુલ માતર ખાતે, વસો તાલુકા કક્ષાનો કાર્યક્રમ એ.જે. હાઇસ્કુલ વસો ખાતે, ગળતેશ્વર તાલુકા કક્ષાનો કાર્યક્રમ કચ્છી પટેલની વાડી સેવાલિયા ખાતે, કણજરી નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ પટેલ વાડી કણજરી ખાતે, ચકલાસી નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ ભારતી વિનય મંદિર હાઇસ્કુલ, હોલ, ચકલાસી ખાતે, ડાકોર નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ સંસ્થાન હાઇસ્કુલ ડાકોર ખાતે યોજાશે.

