ચોરીના મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડી, સિંગણપોર – ડભોલી પો.સ્ટે. (સુરત શહેર)નો વાહન ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં રજી. થયેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.વી.એમ.કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી તેમજ ટેકનીકલ સોર્સ આધારે એક ઇસમને શંકાસ્પદ મોટર સાયકલ સાથે પકડી પાડી, મોટર સાયકલ અંગે પુછ પરછ કરી, ટેકનીકલ રીતે ખરાઇ કરતા, મળી આવેલ મોટર સાયકલ સુરત, કતારગામ, ગુરૂકૃપા સોસાયટી પાસેથી, હાથી મંદીર, લક્ષ્મીકાંત આશ્રમ રોડ ખાતેથી ચોરી કરેલ હોવાનું જણાય આવતા, સુરત શહેરના સિંગણપોર – ડભોલી પોલીસ સ્ટેશનનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.
*ડીટેકટ કરવામાં આવેલ ગુનાની વિગતઃ*-
સિંગણપોર – ડભોલી પો.સ્ટે. (સુરત શહેર)ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૩૨૫૦૨૭૬/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૨ (૨) મુજબ.
🢣
*પકડાયેલ આરોપીની વિગતઃ*-
વિજયભાઇ લખમણભાઇ રાઠોડ, ઉ.વ.૩૦, રહે.ભુવા, કોળીવાસ, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.
*કબ્જે કરેલ મોટર સાયકલની વિગતઃ*-
એક હીરો કંપનીનું પેશન પ્રો મોટર સાયકલ જેના રજી. નં. જી.જે.૦૫.એલ.એસ.૫૨૨૯ કિં.રૂ.૪૫,૦૦૦/-
*પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ*-
પકડાયેલ આરોપી વિજયભાઇ લખમણભાઇ રાઠોડ રહે. ભુવા વાળો ચોરીના નીચેના ગુનાઓમાં પકડાયેલ છે.
(૧) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૩૦૪૬૪/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ.
(૨) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૪૦૨૦૦/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ.
(૩) કામરેજ પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં.૧૧૨૧૪૦૨૦૨૧૦૦૧૪/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ.
*આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.વી.એમ.કોલાદરા તથા એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઇ મકવાણા તથા હેડ કોન્સ. દશરથસિંહ સરવૈયા દ્વારા કરવામાં આવેલ છે.*
*અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી*


