શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજના રાષ્ટ્રીયસેવાયોજના દ્વારા ૭મીઓક્ટોબર 2025 થી ૧૫મી ઓક્ટોબર 2025 દરમિયાન*” વિકાસ સપ્તાહ”* ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવીહતી
તેમાં ગુજરાતના પ્રવાસન સ્થળો’ રાષ્ટ્ર વિકાસમાં ગુજરાતનો ફાળો’ મારા સપનાનું ભારત’વ્યસન મુક્તિ’ રાષ્ટ્રીય એકતા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ મેક ઇનઇન્ડિયા ‘રાષ્ટ્ર નિર્માણમાં મારું પ્રદાન જેવા અનેક વિષયો પર નિબંધ લેખન સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા સ્લોગન લેખન સ્પર્ધા રંગોળી સ્પર્ધા મહેંદી સ્પર્ધા જૂથ ચર્ચા અને ગમ્મત સાથે ભારત તથાગુજરાત વિશેની જ્ઞાન યાત્રા’વિકાસ કદમ રેલી’ વિકાસ યાત્રામાં મારુ યોગદાન’સ્વચ્છતા જાગૃતિ સ્વાસ્થ્ય જાગૃતિ પર્યાવરણ જાગૃતિ વૃક્ષારોપણ ખાદી અપનાવીએ
રાષ્ટ્ર બચાવીએ ‘રાષ્ટ્ર નિર્માણ રાષ્ટ્રીય એકતાના શપથજેવા કાર્યક્રમ યોજાયા હતા તથા લખપતિ દીદીનીમુલાકાત ડ્રોન દીદીની મુલાકાત
પ્રાકૃતિક ખેતી ગૌધન સ્વદેશી વસ્તુઓ વિશેની જાણકારી સાયબર ક્રાઇમ રક્ષણ “સ્વદેશી મેળાની મુલાકાત”ગુજરાતના યાત્રાધામો વિશે ચિત્ર અને નિબંધ લેખન ગુજરાતનો
ભાતીગળ સાંસ્કૃતિક વારસો ગુજરાતના મેળાઓ ગુજરાતની સરહદ સમુદ્ર રણ પહાડ જંગલ સંપત્તિ વગેરે અનેક વિષયો વિશેકાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આજે તારીખ 15 ઓક્ટોબર 2025ને બુધવારનારોજ કોલેજના સભાગૃહમાં સમાપન સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમ કોલેજના આચાર્ય ડો મનોજભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ અતિથિ વિશેષ વી.આર. પટેલ સબ ઇન્સ્પેક્ટર નશાબંધી અને
આબકારી વિભાગ આણંદ ઓફિસના તથા કે. એમ. દુબે સબ ઇન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી વિભાગ કચેરી આણંદ તથા દત્તક ગામના લખપતિ દીદી અને ડ્રોન દીદીના સન્માન માટેનો રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો
તેમાં સૌપ્રથમ દેશભક્તિની ફિલ્મ અને ગુજરાતી લોક ડાયરાની સૌએ મોજમાણી તથા રંગોળી અને મહેંદી સ્પર્ધાના સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા ભેટ મહેમાન શ્રીઓનાવરદ હસ્તે આપવામાં આવી હતી