Gujarat

ધોળકાની માસ્તરપુરા પ્રાથમિક શાળામાં આનંદમેળો ઉજવાયો.

ધોળકાની માસ્તરપુરા પ્રાથમિક શાળામાં આનંદમેળો ઉજવાયો.
આજ રોજ સરકારશ્રીના ઉદ્યમોત્સવ કાર્યક્રમ અંતર્ગત માસ્તરપુરા પ્રાથમિક શાળા ખાતે આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ખાણીપીણીના તથા મનોરંજનના સ્ટોલ ઉભા કરી વિદ્યાર્થીઓ દ્વારા સ્વયં રીતે સંચાલન કરવામાં આવ્યું. શિક્ષકો દ્વારા અપાયેલ વ્યવસાયિક માર્ગદર્શનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આનંદમેળાનું ઉદ્ઘાટન સી.આર.સી કો-ઓર્ડીનેટર કનકસિંહ રાઠોડ તથા આચાર્યશ્રી સુખદેવસિંહ વાઘેલા તેમજ એસ.એમ.સીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું. ગામના યુવાનો વડીલો અને વયો વૃદ્ધ વ્યક્તિઓએ પણ આનંદમેળાના જુદા જુદા સ્ટોલની મુલાકાત લઈ શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું. સમગ્ર શિક્ષા કચેરી દ્વારા શાળાની આકસ્મિક મુલાકાતે આવેલા બી.આર.સી કો.ઓર્ડીનેટરશ્રી વિક્રમસિંહ પરમાર દ્વારા સમગ્ર કાર્યક્રમને બિરદાવી એસ.એમસી.ના સભ્યો અને શાળાના સ્ટાફ તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

IMG-20250110-WA0028.jpg