પ્રમુખ વિજયસિંહ વાસાદીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી
છોટાઉદેપુર જિલ્લાની અને તાલુકા કક્ષાના પેંશનર કર્મચારીઓની વાર્ષિક સાધારણ દરજી સમાજની વાડીમાં પ્રમુખ વિજય વાસદીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં જિલ્લાના દરેક ક્ષેત્રમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત કર્મચારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

છોટાઉદેપુર પેન્શનર કર્મચારીઓ ની વાર્ષિક સાધારણ સભા દરજી સમાજની વાડી ખાતે પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. . આ પ્રસંગે જિલ્લા મહામંત્રી નીલેશભાઈ પટેલ. , એસ.બી. ઈ. છોટાઉદેપુર બ્રાન્ચ ખાતેથી મેનેજર ,તથા સ્ટાફ,કવાંટ તાલુકાના પ્રમુખ નારણભાઈ રાઠવા, અમસિંગભાઈ રાઠવા, જિલ્લા તિજોરી કચેરીમાંથી મદદનીશ અધિકારી કટારા , તથા ચાલુ વર્ષ સભ્ય તરીકે પ્રવેશ અને વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા.

આ પ્રસંગે કનુભાઈ રાઠવા, પરસોત્તમભાઇ પ્રજાપતિ, અને ગુરુજી વજેસિંગભાઈ રાઠવાને, મંડળ તરફથી સાલ અને પુષ્પથી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે અવસાન પામેલ સ્વ મનહરભાઈ દરજી નું તથા મંડળના તાલુકામાંથી અવસાન થયેલ સભ્યોનું મોન પાડવામાં આવ્યું હતું ત્યાર બાદ ૭૦. અને ૮૦ થયેલ ભાઈ બહેનોનું , સન્માન કરવામાં આવ્યું હતું બેંક અને તિજોરીને લગતના પ્રશ્ન ચર્ચ કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર