Gujarat

ઠાસરા કેનાલમાંથી બહાર ધસી આવી 7 ફૂટ લાંબા મગરના ખેતરમાં આંટાફેરા

ઠાસરામાં 29 જૂનના રોજ રાત્રી દરમિયાન અચાનક એક 7 ફૂટનો મગર ખેતરમાં આવી જતા અફરાતફરી મચી ગઈ હતી.

જોકે, સ્થાનિક ખેડૂત દ્વારા ડાકોર સ્થિત નેચર ચેરીટેબલ ટ્રસ્ટ ને જાણ કરતા ટીમ સ્થળ પર પહોંચી હતી.

જોકે મહાકાય મગરને રેસ્ક્યુ કરતા 20 મિનિટનો સમય લાગ્યો હતો. જે બાદ મગરને કુદરતી આવાસમાં પુનઃવસવાટ માટે મુક્ત કરવામાં આવ્યો હતો.

29 જૂનના રોજ રાત્રી ના 7 કલાકે ઠાસરા ગામના સ્થાનિક ખેડૂત દ્વારા ડાકોર નેચર ચેરીટેબલ ટ્રસ્ટના હેલ્પ લાઇન નંબર પર ફોન કરી જાણ કરવામાં આવી હતી કે ઠાસરા ગામમાં કેનાલ પાસે અમારા ખેતરમાં એક મોટો મગર આવી ગયો છે.

જાણ થતા સંસ્થા દ્વારા ઠાસરા વન વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. આ બાદ ટીમ મગરનું રેસ્ક્યુ કરવામાં માટે રેસ્ક્યુ ના સાધનો સાથે ગણતરી ની મિનિટોમાં સ્થળ પર પહોંચી હતી.

ત્યારે સ્થળ પર જોતા ખેતર માં ઝાડી ની પાસે એક 7 ફૂટનો મગર આવી ગયો છે. ત્યારબાદ રેસ્ક્યુ ની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

જેમાં અંદાજે 20 મિનિટની ભારે જહેમત બાદ મગરને દોરડા અને બીજા બચાવના સાધનો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

મગરની આરોગ્યની તપાસ કરી અને મગરને તેના કુદરતી આવાસ માં પુનઃવસવાટ માટે મુક્ત કરવામાં આવ્યો હતો.

આ રેસ્ક્યુ ઓપરેશનમાં સંસ્થા માંથી શિવમ જોષી,અજય જોષી, મૌલિક સોલંકી,આશિષ સેવક,હાર્દિક ચાવડા,મેહુલ પટેલ, અક્ષય ભોઈ,કિશન વસાવા,દેવ સેવક,મિત દરજી, અને વનવિભાગના અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.