જેતપુરમાં ગ્રામ્ય પંથકમાં અવારનવાર સિંહ દેખા દેતા હોય છે. એવામા જેતપુરનાં બોરડી સમઢીયા ગામ નજીક રાત્રિના સમયે રોડ પર બે સિંહ લટાર મારવા નીકળ્યા હતા જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામ નજીક સિંહોના આંટાફેરા જોવા મળ્યા હતા. રાત્રિના સમય દરમિયાન 2 સિંહો બચ્ચા સાથે રોડ ઉપર વિહાર કરતા કાર ચાલકે ફોન કેમેરામાં કેદ કર્યા હતા. સિંહ પરિવારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેતપુર પંથકમાં ઘણા સમયથી સિંહોના આંટાફેરા જોવા મળે છે જેથી વન વિભાગ દ્વારા સિંહો ઉપર નજર રાખવામાં આવી રહી છે.
તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આટા ફેરા હવે વધવા લાગ્યા છે. શિકારની શોધમાં જંગલ વિસ્તાર છોડી રેવન્યુ વિસ્તારમાં આવી પહોંચ્યા છે.ત્યારે જેતપુર તાલુકાના બોરડી સમઢીયા ગામ નજીક મોડી રાત્રે સિંહ પરિવાર રોડ આવી પહોંચ્યો જોકે રોડ પર વાહન ચાલકોની અવરજવર રહેતી હોવાની સિંહે પશુઓનું મારણ કર્યું ન હતું. આ સમગ્ર ઘટનાનો રોડ.પરથી પસાર થતા ફોર વ્હીલ ચાલકે ફોનના કેમેરામાં વિડિયો કેદ કર્યો હતો અને હાલ આ વિડીયો જેતપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વાયરલ થયો છે.તેમજ વન વિભાગ સિંહ પરિવાર પર નજર રાખવામાં આવી રહી છે

