રાજકોટ સ્પાની આડમાં ચાલતા કુંટણખાના પર રેઈડ કરી કાયદેસરની કાર્યવાહી કરતી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગની ટીમ.
રાજકોટ શહેર તા.૩૧/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં ‘Immoral Traffic Act’ અન્વયે જરૂરી તપાસ કરવા તથા આવી પ્રવૃત્તિ અટકાવવા માટે જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય જે અન્વયે, રાજકોટ શહેર ગાંધિગ્રામ-૨ (યુનિ.) પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાધુવાસવાણી મેઇન રોડ પર આવેલ “એમ.એસ.વેલનેશ ફેમેલી નામના “સ્પા” ની અંદર સંચાલક દ્વારા સ્પામાં છોકરીઓ રાખી અને સ્પા મસાજના નામે બહારથી ગ્રાહકો બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરાવવામાં આવે છે અને આર્થીક લાભ મેળવતા હોય, જેથી હકીકત વેરીફાય કરાવતા આ હકીકત ખરી હોય જેથી AHTU ની ટીમ દ્વારા ડમી ગ્રાહકને જરૂરી સૂચના આપી સ્પામાં મોકલી પંચો રૂબરૂ રેડ કરતા સ્પાની આડમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ધ્યાનમાં આવેલ હતું. સ્પા સંચાલક દ્વારા ગ્રાહક પાસેથી રૂ.૨૦૦૦ લઇ તેમાંથી રૂ.૧૦૦૦ સ્ત્રીને આપતા અને રૂ.૧૦૦૦ પોતે રાખતા હતા તથા સ્પામાં એન્ટ્રી ફી તરીકે રૂ.૧૦૦૦ અલગથી લેતા હતા. આમ પોતાના આર્થિક લાભ માટે દેહ વ્યાપારનો ધંધો અન્ય સ્ત્રી પાસે કરાવી પોતાનું ગુજરાન ચલાવતા હોય તથા સ્પા માંથી ૨૭,૩૫૦ રોકડા તથા બે મોબાઈલ કિ.૧૦,૦૦૦ સહિત કુલ રૂ.૩૭,૩૫૦ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગાંધીગ્રામ-૨ (યુની.) પોલીસ સ્ટેશન ખાતે ધી ઈમોરલ ટ્રાફિક એક્ટ-૩,૪,૫ મુજબનો ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. (૧) મુકુંદભાઇ જયેશભાઇ કાચા રહે.વિષ્ણુ વિહાર સોસાયટી શેરીનં.૪ રાજકોટ (૨) નવીન લામાં નેપાળી રહે.મવડી ચોકડી પાસે રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.