રાજકોટ સ્પાની આડમાં ચાલતા કુંટણખાના પર રેઈડ કરી કાયદેસરની કાર્યવાહી કરતી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગની ટીમ.
રાજકોટ શહેર તા.૧૭/૧૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં ‘IMMORAL TRAFFIC ACT’ અન્વયે જરૂરી તપાસ કરવા તથા આવી પ્રવૃત્તિ અટકાવવા માટે જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય જે અન્વયે, રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીટી ક્લાસીક કોમ્પ્લેક્ષ, બીજો માળ, શોપ નં.૨૪૧, જીવરાજ પાર્ક પાસે રાજકોટમાં આવેલ “કેન્વાસ સ્પા” ની અંદર સંચાલક દ્વારા સ્પામાં છોકરીઓ રાખી અને સ્પા મસાજના નામે બહારથી ગ્રાહકો બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરાવવામાં આવે છે અને આર્થીક લાભ મેળવતા હોય જેથી હકીકત વેરીફાય કરાવતા આ હકીકત ખરી હોય જેથી AHTU ની ટીમ દ્વારા બે પંચો તથા ડમી ગ્રાહક બોલાવી ડમી ગ્રાહકને જરૂરી સૂચના આપી સ્પામાં મોકલી પંચો રૂબરૂ રેડ કરતા સ્પાની આડમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ધ્યાનમાં આવેલ હતું. સ્પામાં ગ્રાહક પાસેથી સ્પામાં એન્ટ્રી ફી તરીકે ૧૦૦૦/-રુપીયા લેવામાં આવતી હતી. ભોગ બનનાર ગ્રાહકો પાસેથી શરીર સંબંધ (એકસ્ટ્રા સર્વીસ) માટે રૂ.૨૦૦૦ થી રૂ.૫૦૦૦ સુધી લેતા હતા તેમાંથી સ્પા સંચાલકને ૧૦૦૦ રૂપિયા આપતા હતા. રેઈડમાં એક ભોગ બનનારે ગ્રાહક પાસેથી શરીર સંબંધ માટે ૫૦૦૦ રૂપિયા લઈ શરીર સંબંધ બાંધેલ તથા બીજા ભોગ બનનારે ગ્રાહક પાસેથી શરીર સંબંધ (એકસ્ટ્રા સર્વીસ) માટે ૨૦૦૦ અલગથી લઈ શરીર સંબંધ માટે હા પાડેલ હતી. આમ, પોતાના આર્થિક લાભ માટે અન્ય સ્ત્રી પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવી પોતાનું ગુજરાન ચલાવતા હોય તથા સ્પા માંથી ચાર મોબાઈલ સહીત કુલ કિ.૩૩,૩૫૦ નો મુદ્દામાલ કબજે કરી 6 આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધી ઈમોરલ ટ્રાફિક એકટ ૩,૪,૫ મુજબનો ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સ્પામાં પંજાબ રાજયની એક તથા દિલ્હી રાજયની એક તથા હરીયાણા રાજયની એક તથા ગુજરાત રાજ્યની એક ભોગ બનનાર મળી આવેલ હતી જેઓને હવે પછી દેહ વ્યાપારની પ્રવૃતિ ના કરવા સમજ કરેલ હતી. (1) વિજયભાઇ નાજાભાઈ ભુંડિયા ઉ.૨૮, રહે.રાજકોટ (માલીક) (૨) મિલન દેવેન્દ્ર દવે ઉ.૩૩, રહે.પીતૃ કૃપા, અજય ટેનામેન્ટ-બી/૧૬, ૧૫૦ ફુટ રીંગ રોડ ગાંધીગ્રામ રૈયા રોડ (માલીક) (૩) થાનકી પાસે કિશોરભાઈ ઉ.પુખ્ત રહે,સિધ્ધી એપાર્ટમેન્ટ, ફ્લેટ નં.બી/૨૦૪, શેઠ નગર પાછળ, જામનગર રોડ, રાજકોટ (સંચાલક) (૪) અનીશા જય સોલંકી, ઉ.૨૫, રહે,રાષ્ટ્રીય શાળા યાજ્ઞીક રોડ રાજકોટ (રીસેપ્નીસ્ટ) (૫) ગીરીશકુમાર મીણા, ઉ.૨૨, રહે,મોહનલાલ મીણા ઇન્ટાલી ખેડા, પારોડા, ઉદયપુર, રાજસ્થાન-(હાઉસકીપર) (5) નીખીલ જમનભાઈ રાબડીયા ઉ.૨૮ રહે,સાધના કોલોની, મહાકાલી ચોક રણજીત સાગર રોડ, જામનગર (ગ્રાહક).
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


