Gujarat

રાજકોટ સ્પાની આડમાં ચાલતા કુંટણખાના પર રેઈડ કરી કાયદેસરની કાર્યવાહી કરતી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગની ટીમ.

રાજકોટ સ્પાની આડમાં ચાલતા કુંટણખાના પર રેઈડ કરી કાયદેસરની કાર્યવાહી કરતી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગની ટીમ.

રાજકોટ શહેર તા.૮/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં ‘IMMORAL TRAFFIC ACT’ અન્વયે જરૂરી તપાસ કરવા તથા આવી પ્રવૃત્તિ અટકાવવા માટે જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય જે અન્વયે, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ન્યુ જલારામ સોસાયટી, ICICI બેન્ક, મવડી ચોકડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે આવેલ ‘નીલા સ્પા’ ની અંદર સંચાલક દ્વારા સ્પામાં છોકરીઓ રાખી અને સ્પા મસાજના નામે બહારથી ગ્રાહકો બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરાવવામાં આવે છે અને આર્થીક લાભ મેળવતા હોય જેથી હકીકત વેરીફાય કરાવતા આ હકીકત ખરી હોય, AHTU ની ટીમ દ્વારા બે પંચો બોલાવી તથા ડમી ગ્રાહક બોલાવી તેઓને જરૂરી સૂચના આપી સ્પામાં મોકલી પંચો રૂબરૂ રેડ કરતા સ્પાની આડમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ધ્યાનમાં આવેલ હતું. સ્પામાં ગ્રાહક પાસેથી સ્પામાં એન્ટ્રી ફી તરીકે ૧૦૦૦ રુપીયા લેવામાં આવેલ તથા ભોગ બનનાર દ્વારા શરીર સંબંધ (એક્સ્ટ્રા સર્વીસ) ની ડીલ તરીકે રૂ.૨૦૦૦ લિધેલ હતા તથા સ્પામાં શરીર સંબંધ કે અન્ય એકસ્ટ્રા સર્વીસ માટે ગ્રાહકો પાસેથી અલગ-અલગ રૂપીયા લેવામાં આવતા હતા અને તે રૂપીયા માંથી સ્પા સંચાલક ભોગ બનનાર પાસેથી ૧૦૦૦ રૂપિયા ગ્રાહક દીઠ લેતા હતા. આમ, પોતાના આર્થિક લાભ માટે અન્ય સ્ત્રી પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવી પોતાનું ગુજરાન ચલાવતા હોય તથા સ્પામાંથી પાંચ મોબાઈલ સહીત કુલ કિ.૨૫,૪૫૦ નો મુદ્દામાલ કબ્જે કરી ૪ આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધી ઈમોરલ ટ્રાફિક એક્ટ ૩,૪,૫ મુજબનો ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તથા સ્પા માંથી દિલ્હી રાજયની બે તથા પશ્ચીમ બંગાળ રાજયની એક ભોગ બનનાર મળી આવેલ હતી જેઓને દેહ વ્યાપારની પ્રવૃતિ ના કરવા સમજ કરેલ હતી. (૧) ચાવડા સુનીલ નાથાભાઈ ઉ.૩૩, રહે.૨૨ ભગવતીપરા રાજારામ વિદ્યાલય પાછળ રાજકોટ (૨) રૂષી સુરેશભાઇ જાની (૩) વિશાલભાઇ (૪) સુસ્રાંત પદમ સાઁ ઉ.૨૫ લાભમુળ એપાર્ટમેન્ટ, અમરનાથ પ્લોટ-૧ કાલાવાડ રોડ રાજકોટ (૫) ગુંજાદેવી કિશનકુમાર શાહ ઉ.૩૯ હાઉસ નં.૧૮૧ જે.જે.કોલોની બીદાપુર ઉતમનગર, વેસ્ટ દિલ્હી,

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20251209-WA0016.jpg