રાજકોટ અપહરણના ગુન્હાના ૧૩ વર્ષના ભોગ બનનાર દિકરાને શોધી કાઢતી એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનીટ.
રાજકોટ શહેર તા.૧૫/૧૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને સુચના કરવામાં આવેલ હોય જે અન્વયે, રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ સ્ટેશન IPC કલમ-૩૬૩ મુજબ તે એવી રીતે કે આ કામનો સગીર વયનો દિકરો જેની ઉ.૧૩ વર્ષ વાળાને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાથી કોઈ અજાણ્યો ઈસમ અપહરણ કરી લઇ ગયેલ હોય જે અંગે ગુન્હો માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હતો. ગુનાના કામના સગીર વયના દિકરાના માતા-પિતા બંન્નેનું નિધન થઈ ગયેલ તથા પોતાના સોતેલા પિતાની બેનના ઘરે રહેતો હતો અને ત્યાંથી તા.૧૨/૪/૨૦૨૪ ના રોજ સ્કુલમાં ભણવા સારુ ગયેલ હતો. તે દિવસે બપોરે સ્કુલમાંથી કરણના શિક્ષકે તેના ઘરે ફોન કરેલ કે કરણ સ્કુલેથી 12:30 વાગ્યાની આસપાસ રીષેશમાં ઘરે જવાનું કહી ગયેલ છે અને પરત આવેલ નથી તો તે ઘરે આવેલ છે કે કેમ? તેવુ પુછતાં ફરીયાદી એ જણાવેલ કે, કરણ હજુ સુધી ઘરે આવેલ નથી અને ત્યાર પછી આ કરણની રાત્રે મોડા સુધી શિક્ષકો તથા ફરીયાદી દ્વારા સગા સબંધી તથા કરણના મિત્રોના ઘરે તથા આજુબાજુમાં તમામ જગ્યા એ તપાસ કરાતા કરણ મળી આવેલ ન હોય તેથી માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ હતી. જે ગુન્હાની તપાસ બાદમાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટને સોંપતા જે ગુન્હો ડીટેકટ કરવા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમ પ્રયત્નશીલ હતી. આ કામે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટના હરસુખભાઇ વાછાણી તથા હસમુખભાઇ બાલધા નાઓએ કરેલ હ્યુમન રીસોર્સના આધારે બાળક મોરબી હોવાની હિન્ટ મળતા સમગ્ર AHTU ટીમ દ્વારા મોરબી ખાતે જઈ અલગ અલગ ચાર ટીમ બનાવી હ્યુમન રીસોર્સના આધારે પ્લાનીંગ સાથે તપાસ કરતા ગુનાના કામે ભોગ બનનાર દિકરાનો સંપર્ક થયેલ હતો. ભોગબનનાર બાળકને રાજકોટ શહેર માલવીયાનગર પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી માટે સોપેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


