Gujarat

સર્વે કરેલ 42 હજાર ખેડૂતો સિવાયના ખેડૂતોએ ભરેલ ફોર્મની સહાય મળશે નહીં – ખેતીવાડી વિભાગ

પંચમહાલમાં કમોસમી વરસાદથી જિલ્લા 42 હજાર ખેડૂતો ને 17,850 હેક્ટર ના પાક ને નુકશાન થયું હતું. સહાય માટે અત્યાર સુધી 60 હજાર ખેડૂતો ફોર્મ ભર્યા છે. પરંતુ ખેતી વાડી અધિકારી ના જણાવ્યા મુજબ સર્વે થયેલ 42 હજાર ખેડૂતોને જ સહાય ની રકમ આજ થી મળવાનું શરૂ થશે. પરિણામે 18 હજારથી વધુ ખેડૂતોને સહાયથી વંચિત રહેવાનો વારો આવશે.

પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદથી નુકસાનનો સર્વે 135 ટીમો દ્વારા કરવામાં આવ્યો હતો. સર્વે મુજબ જીલ્લામાં 33 ટકા વધુ નુકસાન થયું હોય તેવા 42 હજાર ખેડૂતોની 17850 હેકટર જમીનમાં નુકસાન થયાનું બહાર આવ્યું હતું. સરકાર હેકટર દીઠ રૂા. 22 હજારની સહાય લેખે 17850 હેકટર મુજબ રૂા.39.27 કરોડની સહાય મળવાપાત્ર છે. અત્યાર સુધીમાં 60 હજાર ખેડુતોએ સહાયના ફોર્મ ભર્યા છે. સરકારે સહાયના ફોર્મ ભરવાની તારીખ લંબાવી છતાં પંચમહાલમાં મોટાભાગના ખેડૂતોએ ફોર્મ જમા કરાવી દીધા છે.

જિલ્લામાં સર્વે થયેલ 42 હજાર ખેડૂતોને સહાયની રકમ આજે બુધવારથી મળવાની ચાલુ થઇ જશે.ખેતીવાડી વિભાગ દ્વારા સહાયના 60 હજાર ફોર્મ જમા થયા છતાં વિભાગે સર્વે કરેલ 42 હજાર ખેડૂતોને સહાય ચુકવાશે તેમ જણાવ્યું છે. ત્યારે જિલ્લામાં 33 ટકા કરતાં ઓછું નુકસાન થયેલ હોય તથા સર્વે બાકી રહેલ ખેડુતોને સહાયની રકમ મળવા પર સવાલો થઇ રહ્યા છે.