બનાસકાંઠા,અમરેલી અને પાટણમાં અનુસૂચિત જાતિ સામે હુમલાના બનાવો સામે આવ્યા હતાં. જેમાં અમીરગઢના ડાભેલામાં વાલ્મીકી સમાજના લગ્ન પ્રસંગે ડી.જે. બંધ કરાવી મારામારી કરી હતી.જેથી સામાજીક સમરસતા મંચ દ્વારા સોમવારે ક લેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી.
અમીરગઢ તાલુકાના ડાભેલા ગામે વાલ્મીકિ સમાજના લગ્ન પ્રસંગે ડી.જે. વગાડતા સવર્ણોએ મારામારી કરી હતી.
ડીસાના પાલડીમાં શિવમંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં અનુસૂચિત સમાજના લોકોનો ફાળો ન લઈ અપમાનિત કરવામાં આવ્યા હતા.
અમરેલીના લાઠી તાલુકામાં 15 મેના રોજ દુધાત માર્કેટિંગ યાર્ડમાં નિલેશભાઈ રાઠોડ પર ચોથાભાઈ ખોડાભાઈ ભરવાડે હિંસક હુમલો કરતા તેમનું મોત થયું હતું.
પાટણના સરસ્વતી તાલુકાના ભિલવણ ગામે અનુસૂચિત જાતિના લગ્ન પ્રસંગે ડી.જે. વગાડવાના મુદ્દે મુસ્લિમ સમાજના લોકોએ ટોળા સ્વરૂપે હુમલો કર્યો હતો.
આ તમામ બનાવોનાં આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.

