હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વાતાવરણ પલટાની આગાહી કરી છે. 9 મે સુધી દ્વારકા સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.
ખેડૂતોને પાકના રક્ષણ માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. ખેતરમાં કાપણી કરેલ પાક તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાનું કહેવામાં આવ્યું છે.
જો આવું શક્ય ન હોય તો પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકવાની સલાહ આપવામાં આવી છે. ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવાનું પણ સૂચવવામાં આવ્યું છે.
આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવાનું કહેવામાં આવ્યું છે. ખાતર અને બિયારણના વેપારીઓને જથ્થો સુરક્ષિત રાખવા સૂચના આપવામાં આવી છે.
એપીએમસીમાં વેપારીઓ અને ખેડૂતોને આગોતરી સાવચેતી રાખવા જણાવાયું છે.
માર્કેટિંગ યાર્ડમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા સૂચના આપવામાં આવી છે. વધુ માહિતી માટે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી કે કિસાન કોલ સેન્ટર (ટોલ ફ્રી: 18001801551) પર સંપર્ક કરી શકાય છે.

