રાણપુર ગ્રામ પંચાયતમાં નવા ઉપ.સરપંચની નિમણૂક
ઉપ.સરપંચ હેમુભાઈ રબારીના રાજીનામા બાદ મુકેશભાઈ કિહલાનીની સર્વાનુમતે બિનહરીફ વરણી..
બોટાદ જિલ્લાના રાણપુર ગામમાં આજે મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર થયો છે. ગ્રામ પંચાયતના ઉપ.સરપંચ હેમુભાઈ રબારીએ પોતાના પદેથી રાજીનામું આપ્યા બાદ આ ખાલી પડેલી જગ્યા માટે નવી નિમણૂક કરવામાં આવી છે.ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાયેલી વિશેષ બેઠકમાં પંચાયતના સભ્ય મુકેશભાઈ ચતુરભાઈ કિહલાનીની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી. આ મહત્વપૂર્ણ બેઠકમાં રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર, તલાટી કમ મંત્રી દેવમુરારી,સોનારા, પંચાયતના અન્ય સભ્યો તેમજ ગામના આગેવાનોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી.નવનિયુક્ત ઉપ.સરપંચ મુકેશભાઈ કિહલા નું ગામના આગેવાનો અને સભ્યો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમને પરંપરાગત રીતે ફૂલહાર પહેરાવી, સાફો બાંધી અને મોઢું મીઠું કરાવીને અભિનંદન આપવામાં આવ્યા. આ નિમણૂક સાથે રાણપુર ગ્રામ પંચાયતના વહીવટી માળખામાં નવા યુગનો પ્રારંભ થયો છે..
તસવીર:વિપુલ લુહાર,રાણપુર