Gujarat

મેંદરડા : ના આર્મી મેન નિવૃત્ત થતા ઉષ્મા ભર્યું સ્વાગત અને બાઈક રેલી યોજાઇ

મેંદરડા : ના આર્મી મેન નિવૃત્ત થતા ઉષ્મા ભર્યું સ્વાગત અને બાઈક રેલી યોજાઇ

વિવિધ સંસ્થાઓ,ગ્રામજનો આગેવાનો સહિતના લોકો બહોળી માં ઉપસ્થિત રહ્યા

મેંદરડા તાલુકાના વતની અને ભારતીય સેના માં ૨૨ વર્ષની ગૌરવભરી સેવા પૂર્ણ કર્યા બાદ નિવૃત્ત થયેલા માતૃભૂમિ વીરપુત્ર કાળુભાઈ ઉગરેજીયા નું તેમના માદરે વતન મેંદરડા પહોંચ્યા હતાં ત્યારે શહીદ ભગતસિંહ ની પ્રતિમા ને ફુલહાર પહેરાવી ભારત માતાકી જય વંદે માતરમ્ નારાઓ સાથે ઉષ્માભર્યું અને ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું આ અવસરે ગ્રામજનો, વિવિધ ધાર્મિક તેમજ રાષ્ટ્રીય અને સામાજિક સમીતી ઓ સંસ્થાઓ દ્વારા કાળુભાઈ ના શૌર્ય અને સેવા ભાવનાને સલામી આપેલ

બાદ મેંદરડા શહેરના મુખ્ય રાજમાર્ગો પર બાઇક રેલી ફરી વળેલ હતી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને પાદર ચોકમાં આવેલ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફુલહાર પહેરાવી વિવિધ નારાઓ લગાવેલ હતા કાર્યક્રમ માં વંદે માતરમ સેવા સમિતિ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ધાર્મિક ઉત્સવ સમિતિ, યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપ, તેમજ મેંદરડા શહેરના નાગરિકો આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નિવૃત્ત આર્મી મેન કાળુભાઈ ઉગરેજીયા એ ભારતીય સેનામાં ૨૨ વર્ષ સુધી દેશની સીમાઓની સુરક્ષા માટે સેવા આપી અને રાષ્ટ્રીય કर्तવ્યો નિભાવી આજે તેમના વતન પરત ફરતાં ગ્રામજનો ગૌરવ ની અનુભૂતિ કરી રહ્યા છે ગ્રામજનો અને વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થા ના પ્રમુખો સભ્યો સહિત નાઓ દ્વારા તેમને શાલ ઓઢાડીને અને પુષ્પહાર થી સન્માનિત કરવામાં આવ્યા.

આ પ્રસંગે સંસ્થાના પ્રતિનિધિઓ અને આગેવાનોએ કાળુભાઈના શૌર્યની પ્રશંસા કરતા કહ્યું કે, “આવા જવાનોના સમર્પણ થી જ દેશ આજે સુરક્ષિત છે. સમાજ માટે તેઓ પ્રેરણાના સ્ત્રોત છે.” કાળુભાઈએ પોતાના અનુભવ ની વાત કરતા કહ્યું કે, હવે નિવૃત્તિ બાદ પણ તેઓ સમાજ અને રાષ્ટ્રસેવા માં પોતાનું યોગદાન આપતા રહેશે.

આ કાર્યક્રમમાં સરપંચ જે.ડી. ખાવડુ, જિલ્લા પ્રમુખ પ્રતિનિધિ મહેશભાઈ અપારનાથી,પત્રકાર કમલેશભાઈ મહેતા,અશ્વિન ભાઈ મહેતા,હિરેનભાઈ ગાજીપરા,અજયભાઈ ભટ્ટ,કરણ દાણીધારીયા,શ્રવણભાઈ ખેવલાણી કિશોર સોલંકી,સુરેશ પાનસુરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સુંદર અને ઉત્સાહભર્યા કાર્યક્રમનો સમાપન દેશભક્તિ ગીતો અને વંદે માતરમ્ ના નાદ સાથે પૂર્ણ કરવામાં આવેલ હતો

રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા

IMG-20250804-WA0041-3.jpg IMG-20250804-WA0045-2.jpg IMG-20250804-WA0040-0.jpg IMG-20250804-WA0043-1.jpg