જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના અનુસાર, એસઓજી પોલીસે સોશિયલ મીડિયા પર હથિયારના ફોટા વાયરલ કરનાર શખ્સને પકડી પાડ્યો છે.
એસઓજીના પીઆઈ બી.એન.ચૌધરીના માર્ગદર્શન હેઠળ, પોલીસે સોશિયલ મીડિયા પર નજર રાખી રહી હતી. દરમિયાન સ્ટાફને બાતમી મળી કે ઈન્સ્ટાગ્રામ આઈડી asraf.khafi.790 પર એક વ્યક્તિએ બંદૂક સાથે ફાયરિંગ કરતો હોય તેવો ફોટો અપલોડ કર્યો છે.
તપાસમાં ખુલ્યું કે આરોપી અશરફ જુમાભાઈ ખફીએ પોતાની લાયસન્સવાળી બંદૂકથી જાહેરમાં ફાયરિંગ કરતો હોય તેવો પોઝ આપી ફોટો વાયરલ કર્યો હતો. પોલીસે તેની પાસેથી રૂ.12,000ની કિંમતનું બારબોર હથિયાર જપ્ત કર્યું છે.
સિટી ‘એ’ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 30 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી ખંભાળિયા નાકા બહાર, યુનાના ભઠ્ઠા પાસે, કિશાન ચોક, રિધ્ધી સિધ્ધી સોસાયટીમાં રહે છે. આરોપી અશરફ ખફી વિરુદ્ધ અગાઉ પણ હથિયાર અને મારામારીના ગુના નોંધાયેલા છે. PSI એલ.એમ.ઝેર અને એસઓજી સ્ટાફે આ સફળ કામગીરી કરી છે.

