છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે વરસાદને પગલે જાનમાલની ભારે ખુવારી થઈ છે અને અનેક લોકોના મોત નીપજ્યાં છે.
જમ્મુમાં વાદળ ફાટવાથી કિશતવાડ વિસ્તારમાં તબાહી મચી હતી તે સમાચાર હજુ તાજા છે, ત્યાં પ્રાપ્ત માહિતી મુજબ વૈષ્ણોદેવીમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલન થતાં 33 લોકોનાં કરુણ મોત નીપજ્યા છે. રિયાસી જિલ્લામાં ભારે વરસાદ પગલે ભૂસ્ખલન થતાં વૈષ્ણોદેવી મંદિરમાં દર્શનાર્થે આવેલા લોકોમાંથી 33 લોકોનાં મોત નીપજ્યાં છે.
મોરારીબાપુની રામકથા પોલેન્ડ ખાતે ચાલી રહી છે, ત્યારે તેમણે આ કરુણાંતિકામાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને રૂપિયા 4,95,000ની હનુમંત સંવેદના રાશિ પણ અર્પણ કરી છે. ટ્રસ્ટ દ્વારા સ્થાનિક સરકારને આ રાશિ પહોંચાડવામાં આવશે. મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.