Gujarat

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી APMC ખાતે ટ્રેકટરમાં સહાય આપવા માટેનો કાર્યક્રમ જિલ્લાના ત્રણેય ઘરાસભ્યોની ઉપસ્થિતિમાં યોજાયો હતો

બોડેલી A.P.M.C ખાતે સરકારની AGR-50 યૉજના અંતર્ગત ટ્રેકટરમાં સહાય હેઠળ સહાય લેવા માંગતા ખેડુતોએ આઇ.ખેડુત પોર્ટલમાં ઓનલાઇન અરજી કરેલ તેવા તમામ ખેડુતોનું એસેટ વેરીફિકેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો.જેમાં ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા,ધારાસભ્ય રાજેંન્દ્રસિંહ રાઠવા તેમજ બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શિતલકુંવરબા,સંજયભાઇ રાઠવા-શિક્ષણ સમિતિ ચેરમેન,તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી-બી.એસ.પંચાલ ,તાલુકા અમલીકરણ અધિકારી –કે.એ.પટેલ, તેમજ બોડેલી તાલુકા વિસ્તરણ અધિકારી (ખેતી)-શંકરભાઇ વિ.રાઠવા તેમજ ખેતીવાડી સ્ટાફ કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ,આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા તેમજ ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી દ્વારા ખેડુતોને સરકારની વિવિધ કૃષિલક્ષી કલ્યાણકારી યોજનાનો મહતમ લાભ લેવા જણાવવામાં આવ્યું હતું. તેમજ આવેલ ખેડુતો દ્વારા ટ્રેકટરની મળતી સહાય અને ટ્રેકટરની ખરીદી બાદ તેમની ખેતીમાં આવેલ સુધાર અંગે પ્રતિભાવો આપવામાં આવ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર