રાજકોટ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામના બે દલિત યુવાનો ઉપર જાન લેવા હુમલો.
રાજકોટ શહેર તા.૧૭૭૨૦૨૫ ના રોજ રાજકોટ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામમાં બે દલિત યુવાનો ઉપર જાન લેવા હુમલો કરવામાં આવેલ હોય, અવાર-નવાર અનુસૂચિત જાતી ના યુવાનો ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હોય, હાલ કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે. દલિત સમાજ ઉપર થતા અત્યાચાર હવે સહન કરવામાં નહી આવે, હાલમાં જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામની અંદર ૧૦ જેટલા ભરવાડ સમાજ ના શખ્સો દ્વારા બે દલિત યુવાનો ઉપર જાન લેવા હુમલો કરવામાં આવેલ હોય, બન્ને યુવાનોના પગ ભાંગી નાખવામાં આવેલ છે. આ બન્ને યુવાનો રાતીદેવરી ગામની અંદર હનુમાન ના મંદિરે બેઠેલ હોય, એવામાં ગામના જ ભરવાડ સમાજ ના યુવાનો રીક્ષા સાથે આવી બોલ ચાલી કરી આ બન્ને યુવાનો ને તલવાર, ધોકા, પાઈપ જેવા હથીયાર વડે માર મારવામાં આવેલ હોય, (1) ભરતભાઈ પ્રેમજીભાઈ વોરા જાતે.દલિત ઉ.૨૪ રહે.રાતીદેવરી વાંકાનેર. (2) દેવજીભાઈ પ્રેમજીભાઈ વોરા જાતે.દલિત ઉ.૨૬ રહે.રાતીદેવરી વાંકાનેર. બન્ને ભાઈઓને જાનથી મારી નાખવાની કોશીષ કરી હાથ-પગ ભાંગી નાખવામાં આવેલ હોય, આરોપીઓ (1) રમેશ વિભા ભરવાડ રહે.રાતીદેવરી વાંકાનેર (2) હિતેશ કરશન ભરવાડ રહે.રાતીદેવરી વાંકાનેર (3) જયેશ કરશન ભરવાડ રહે.રાતીદેવરી વાંકાનેર (4) ભગાભાઈ ભરવાડ રહે.રાતીદેવરી વાંકાનેર (5) અનિલ છનાભાઈ ભરવાડ રહે.રાતીદેવરી વાંકાનેર (6) પાચાંભાઈ છનાભાઈ ભરવાડ રહે.રાતીદેવરી વાંકાનેર (7) મેધા વિરાજી ભરવાડ રહે.રાતીદેવરી વાંકાનેર (8) જીલ્લા વિરાજી ભરવાડ રહે.રાતીદેવરી વાંકાનેર (9) છના ધારા ભરવાડ રહે.રાતીદેવરી વાંકાનેર (10) વિભા કુકા ભરવાડ રહે.રાતીદેવરી વાંકાનેર. હાલ પોલીસ ની કાર્યવાહી ચાલુ હોય, આ બન્ને દલિત યુવાનો ને રાજકોટ સિવિલ હોસ્પિટલ પર ખસેડવામાં આવેલ હોય, સમગ્ર દલિત સમાજ સિવિલ હોસ્પિટલ ખાતે જેમાં છે તો ઓની માંગ છેકે આ આરોપીઓ પર એટ્રોસિટી એક્ટ મુજબ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવે, તેમજ આ આરોપીઓ ને બન્ને તેટલા જડપી તેની ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી દલિત સમાજ ની માંગ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.



