ટીંબી મુકામે રોટરી કલબ દ્વારા સી.ટી. સ્કેન, સોનોગ્રાફી, મેડીકલ સ્ટોરનું શુભ ઉદ્ઘાટન
પરમ વંદનીય શ્રી મીરા માતાજી અને સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી ની પાવન નિશ્રા માં લોકાર્પણ કરાયું —————————– ઉમરાળા ના ટીંબી મુકામે રોટરી કલબ દ્વારા સી.ટી. સ્કેન, સોનોગ્રાફી, મેડીકલ સ્ટોરનું શુભ ઉદ્ઘાટન
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં તા.૨૫.૯.૨૦૨૫ નાં રોજ ગૌશાળા પરિસરમાં ઉદારદિલ દાતાશ્રીઓનાં આર્થિક સહયોગથી નિર્માણ થયેલ સી.ટી.સ્કેન બિલ્ડીંગમાં રોટરી કલબ ઓફ વઢવાણ સીટી, રોટરી કલબ ઓફ સુરત મેટ્રો અને રોટરી કલબ ઓફ ભાવનગર રોયલ નાં સંયુક્ત ઉપક્રમે રેડીયોલોજી વિભાગ, સી.ટી. સ્કેન, સોનોગ્રાફી અને મેડીકલ સ્ટોરનાં શુભ ઉદ્ઘાટનનો કાર્યક્રમ સદ્ગુરૂદેવનાં સશિષ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી ની ઉપસ્થિતીમાં સંપન્ન થયેલ. ઉદ્ઘાટકવિધી આ બિલ્ડીંગનાં પ્રથમ દાતા ૫૨મ વંદનીય શ્રી મીરા માતાજી એ (આનંદકુંજ આશ્રમ -શિહોર) નાં કરકમળો દ્વારા થયેલ છે. મુખ્ય મહેમાન તરીકે પાસ્ટ રોટરી ઇન્ટરનેશનલ પ્રેસીડેન્ટ શ્રી કલ્યાણ બેનર્જી ઉપરાંત હોસ્પિટલનાં પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીશ્રીઓ, રોટરી કલબ ઓફ વઢવાણ સીટી પ્રેસી, શ્રી પ્રશાંતભાઈ જાની તથા વિશાળ સંખ્યામાં ત્રણેય કલબનાં રોટરીયન મિત્રો, હોસ્પિટલનાં ડોકટ૨મિત્રો અને હોસ્પિટલનાં સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.આ સેવા ઉપલબ્ધ થતા રેડીયોલોજી વિભાગ, સી.ટી. સ્કેન તથા સોનોગ્રાફી રીપોર્ટ માટે ટીંબી હોસ્પિટલમાં સારવારઅર્થે આવનાર દર્દીનારાયણોને ભાવનગર અથવા અન્ય શહેરમાં જવુ પડશે નહિ.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા