કેન્સર અટકાવવાના સંકલ્પ સાથે, મારો અંગુઠો કેન્સર પ્રતિરોધ માટે, જાગૃતતા અને આરોગ્ય માટે સમર્પિત
તા. ચોથી ફેબ્રુઆરી ૨૦૨૫ના સાવરકુંડલા શહેરમાં આવેલા શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર – સાવરકુંડલામાં વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં કેન્સર વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી. કેન્સર એક ગંભીર પરંતુ યોગ્ય સારવાર અને સમયસર નિદાન દ્વારા નિયંત્રિત કરી શકાય તેવો રોગ છે. આ કાર્યક્રમ દરમિયાન દર્દી નારાયણ અને તેમની સાથે આવેલા સગાઓને કેન્સરની વિશેષતાઓ, નિદાન, અને સારવાર પદ્ધતિઓ વિશે જાણકારી આપવામાં આવી. કેન્સરથી બચવા માટે પ્રાથમિક લક્ષણોની ઓળખ, જમવાનું અને જીવનશૈલીમાં ફેરફાર, તેમજ વ્યસનમુક્તિ કેવી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે? તે અંગે જાણ કરવામાં આવી.
શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં કેન્સર સંબંધી નિદાન અને સારવાર સંપૂર્ણ મફતમાં ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં અનુભવી ડોક્ટરો અને સ્ટાફ દર્દીઓની તંદુરસ્તી માટે સતત પ્રયત્નશીલ છે. વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે “મારો અંગૂઠો કેન્સર પ્રતિરોધ માટે” નામથી જાગૃતતા અને આરોગ્ય માટે સમર્પિત એક વિશેષ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું. આ અભિયાન હેઠળ ઉપસ્થિત લોકો તથા અન્ય થઇ આશરે ૪૦૦ થી ૫૦૦ દ્વારા કેન્સર પ્રત્યે જાગૃતિ અને તેના નિવારણ માટે સંકલ્પ લીઘેલ હતો. કાર્યક્રમમાં શ્રી વિધાગુરુ ફાઉન્ડેશનના મંત્રી દિવ્યકાંતભાઈ સૂચક, યુવા ટીમના મનિષભાઇ પરમાર અને હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. પ્રકાશભાઈ કટારીયા દ્વારા જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો. તથા હોસ્પિટલના સ્ટાફ, ડોક્ટર્સ અને મેનેજમેન્ટની વિશેષ હાજરી રહી આ કાર્યક્રમનને સફળ બનાવેલ
બિપીન પાંધી સાવરકુંડલા