સાવરકુંડલા રેલવે પરિવાર આયોજિત માઁ સરસ્વતી પૂજન સમારોહનું આયોજન ખૂબ જ ધામધૂમથી થયું. ૨૦૧૯ ની સાલથી સાવરકુંડલા ખાતે રહેતાં રેલવે પરિવારના સભ્યો દ્વારા એકતા અને ભાઈચારાના પ્રતીક સમાન આ સરસ્વતી પૂજન સમારોહ યોજાય છે. પ્રતિ વર્ષ આ પર્વ પર શ્રી માતા રાની સરસ્વતી પૂજા સમિતિ દ્વારા આ સમારોહનું આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે પણ રેલવે પરિવારના તમામ સભ્યો સાથે મળીને વસંત પંચમીના રોજ માઁ સરસ્વતીની માટીની મૂર્તિ બનાવી ખૂબ પવિત્ર વાતાવરણમાં પવિત્ર મન સાથે પૂર્ણ શ્રધ્ધા અને આસ્થા સાથે માઁ નું પૂજન અર્ચન કરવામાં આવેલ .

આ પવિત્ર પર્વ નિમિત્તે બાળકોને ભોજન, ભજન સંધ્યા અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી. પૂજન સમાપન બાદ પૂરી આસ્થા અને શ્રધ્ધા અને ભક્તિભાવ સાથે માઁ સરસ્વતીની મૂર્તિને જળમાં વિસર્જિત કરવામાં આવેલ. આ પર્વ રેલવે પરિવારમાં એકતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત કરે છે. આ સમારોહને સફળ બનાવવા માટે સૌએ સાથે મળીને ભારે જહેમત ઉઠાવી હતી
બિપીન પાંધી સાવરકુંડલા