Gujarat

લાઠી માં આયુષ્માન વય વંદના કેમ્પ નું આયોજન

લાઠી માં આયુષ્માન વય વંદના કેમ્પ નું આયોજન

લાઠી આજ રોજ લાઠી શહેર માં આયુષ્માન ભારત અંતર્ગત લાઠી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા આયુષ્માન વય વંદના કેમ્પ યોજાયેલ હતો. ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા ના સહયોગ થી લાઠી બાબરા મતવિસ્તાર ના તમામ ગામો માં આ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હોય લાઠી ખાતે શહેર ભાજપ પ્રમુખ ધર્મેશ ભાઈ સોની ની ઉપસ્થિતી માં ૭૦ વર્ષ થી વધુ ઉંમર ના લોકો ને સ્થળ પર જ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવેલ હતા તથા પ્રમુખ શ્રી તરફ થી કાર્ડ કાઢવાના બાકી હોય તેવા વડીલો ને વહેલી તકે કાર્ડ કાઢવા માટે અનુરોધ કરેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર આર મકવાણા ના માર્ગદર્શન હેઠળ યોજેલ આ વય વંદના કેમ્પ માં મુકેશ વૈષ્ણવ, ચિરાગ હિંગુ અને આરોગ્ય સ્ટાફે જે વડીલો કેમ્પ માં આવી નથી શકતા તેવા લાભાર્થી ને ઘર સુધી જઈ ને આયુષ્માન વય ના કાર્ડ બનાવી આપેલ હતા. રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250703-WA0135-1.jpg IMG-20250703-WA0134-0.jpg