રાજકોટ-સરધાર ગામે વેપારી સાથે બોલાચાલી તથા મારામારી કરનાર આરોપીઓની નોનવેજ દુકાનનું ડીમોલેશન કરતી આજીડેમ પોલીસ.
રાજકોટ શહેર તા.૨૪/૭/૨૦૨૫ ના રોજ ગઇ તા.૨૬/૬/૨૦૨૫ ના રોજ બપોરના ૪ વાગ્યાની સરધાર ગામ ભુપગઢ ચોકડી પાસે મોમાઇ ટાયર્સ નામની દુકાન મયુરભાઇ વસોયા સાથે ટાયર લેવા બાબતે આટકોટના સીકંદર જુમ્માભાઇ સાંધ તથા તેનો દિકરો અર્સદને વેપારી સાથે ટાયર નાખવા બાબતે બોલાચાલી ઝઘડો તેમજ મારામારી થયેલ જે બાબતે આજીડેમ પો.સ્ટે. ગુન્હો ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૧૧૫, ૩૫૧(૩), ૩૫૨, ૫૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ નો ગુન્હો મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ. આ સમગ્ર ઘટના અંગે ઉપરી અધિકારીઓને માહિતગાર કરી તેઓનું માર્ગદર્શન લેવામાં આવેલ. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા સંયુકત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશનર સજનસિંહ પરમાર (ઝોન-૧) તથા મદદનીશ પોલીસ કમિશનર બી.વી.જાધવ (પુર્વ વિભાગ) નાઓના માર્ગદર્શન તેમજ સુચના મુજબ P.I એ.બી.જાડેજા ની રાહબરીમાં સરધાર આઉટપોસ્ટ ના એચ.જે.સોલંકી તથા આજીડેમ પોલીસ સ્ટાફ માણસોએ ગુન્હામાં પકડાયેલ આરોપીઓ અસામાજીક તત્વો, ગુનાહીત પ્રવૃતિ કરવા ટેવાયેલ હોય જેથી આરોપી તથા અન્યની ગેરકાયદેસર નોનવેજની દુકાનોનું ડીમોલેશન કરી જે અંગેની વિડીયો ગ્રાફી કરી કડક કાર્યવાહી કરવામાં આવેલ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


