Gujarat

રાજકોટ નુરાનીપરામાં લુખ્ખાગીરી કરતા અસામાજીક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરતી આજીડેમ પોલીસ સ્ટેશન.

રાજકોટ નુરાનીપરામાં લુખ્ખાગીરી કરતા અસામાજીક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરતી આજીડેમ પોલીસ સ્ટેશન.

રાજકોટ શહેર તા.૭/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર આજીડેમ પો.સ્ટે. વિસ્તાર કોઠારીયા સોલ્વન્ટ રેલ્વે સ્ટેશનની પાછળ નુરાનીપરામાં અસામાજીક તત્વો એ વેપારીઓ સાથે લુખ્ખાગીરી કરી મારામારી નો બનાવ બનેલ હોય જે બાબતે અત્રે આજીડેમ પો.સ્ટે. માં ગુન્હો BNS કલમ-૧૧૫(૨), ૧૧૮(૨), ૫૪, ૩૫૨ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબ નો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હામાં સંડોવાયેલ અસામાજીક તત્વો વિરુધ્ધ ગેરકાયદેસર PGVCL વીજ કનેકશન કાપી તેઓની ગેરકાયદેસર બનાવેલ ઓરડીઓનું ડીમોલેશન કરી કડક કાર્યવાહી કરતી આજીડેમ પોલીસ ટીમ. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા સંયુકત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશનર (ઝોન-૧) તથા મદદનીશ પોલીસ કમિશનર બી.વી.જાધવ (પુર્વ વિભાગ) નાઓની સુચના મુજબ ગુન્હામાં પકડાયેલ અસામાજીક તત્વો. ગુનાહીત પ્રવૃતિ કરવા ટેવાયેલ હોય જેથી બન્ને આરોપીના ઘરે જઇ PGVCL ટીમ સાથે રાખી ગેરકાયદેસર વીજ કનેકશન કાપી અને સરકારી ખરાબામાં બનાવેલ ઓરડીઓનું ડીમોલેશન કરી, જે અંગેની વિડીયો ગ્રાફી કરી કડક કાર્યવાહી કરવામાં આવેલ. જે અન્વયે P.I એ.બી.જાડેજા ની રાહબરીમાં સર્વેલન્સ સ્કોડના PSI જે.જી.રાણા તથા સર્વેલન્સ સ્કોડના માણસોએ વ્યક્તિને શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરેલ છે. (૧) ફિરોજ ઉર્ફે ભાયજાન સલીમભાઈ સોલંકી જાતે.મુસ્લીમ ઉ.૩૫ રહે.નુરાનીપરા, હુસેની ચોક કોઠારીયા સોલવન્ટ રાજકોટ (૨) નાસીરભાઈ સાજીદભાઈ ઠેબા જાતે.મુસ્લીમ ઉ.૨૬ રહે.નુરાનીપરા, હશેની યોક રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250707-WA0126.jpg