રાજકોટ મર્ડર તથા ચોરીના ગુન્હાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડી હત્યા તથા ચોરીનો ભેદ ઉકેલતી આજીડેમ પોલીસ સ્ટેશન.
રાજકોટ શહેર તા.૬/૫/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર તા.૫/૫/૨૦૨૫ ના રાત્રીના ૨:૫૦ વાગ્યા આસ-પાસ કોઠારીયા રોડ, જયનગર મફતીયાપરા વિસ્તારમાં ઓટો રીક્ષાનં.GJ-03-BU-9266 તથા એક અજાણી ઓટો રીક્ષામાં અજાણ્યા માણસો આવી સંજયભાઈ સુરેશભાઈ ડોડીયાના બંધ ડેલાના દરવાજાનું તાળું તોડી ડેલામાં રાખેલ વેસ્ટેજ માલ આશરે ૧૦ બાચકા કિ.રૂ.૧૬,૦૦૦ ની ચોરી કરેલ તે વખતે ત્યાં મકાનની બહાર ખાટલો નાખી સુતેલ દેવશીભાઈ ઉકાભાઈ સોલંકી ઉ.૬૨ વાળઓ જાગી જતા તેઓએ અજાણ્યા માણસોનો પ્રતિકાર કરતા અજાણ્યા માણસોએ દેવશીભાઈ ઉકાભાઈ સોલંકી ને તિક્ષ્ણ હથીયાર વડે શરીરે, મોઢાના ભાગે તથા છાતીના ભાગે તથા બન્ને ખભાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવેલ હોય, જે બાબતે મરણજનાર ના પુત્ર રાહુલભાઈ દેવશીભાઈ સોલંકી જાતે.કારડીયા રજપુત ઉ.૨૩ રહે.જયનગર મફતીયાપરા, કોઠારીયા રોડ રાજકોટ વાળાની ફરીયાદ પરથી આજીડેમ પો.સ્ટે. BNS કલમ-૧૦૩(૧), ૩૩૧(૧), ૩૩૧(૮) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ. અને આ સમગ્ર ઘટના અંગે ઉપરી અધિકારીઓને માહિતગાર કરી તેઓનું માર્ગદર્શન લેવામાં આવેલ. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા સંયુકત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશનર સજનસિંહ પરમાર નાઓના માર્ગદર્શન તેમજ સૂચના મુજબ આજીડેમ પોલીસની જુદી-જુદી ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા સુચના આપવામાં આવેલ જે અનુસંધાને આજીડેમ પોલીસ સ્ટેશનના P.I એ.બી જાડેજા ની રાહબારીમાં સર્વેલન્સ સ્કોડની ટીમના માણસો અલગ-અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાની નજીકના CCTV કેમેરાઓ ચેક કરી તથા હ્યુમન સોર્સ મારફતે આરોપીઓની શોધખોળ કરવા અંગેની કાર્યવાહીમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓને CCTV કેમેરા તથા હ્યુમન સોર્સ મારફતે મળેલ માહીતી આધારે નીચે જણાવેલ આરોપીઓને પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ. તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળ કિશોરો ને હસ્તગત કરવામાં આવેલ છે. (1) રવિ સંજયભાઈ સોલંકી ઉ.૨૬ રહે.યુનારાવાડ શેરીનં.૧ રામનાથ મંદીર પાસે રાજકોટ (2) મનીષ મણીલાલ નારોલા ઉ.૨૩ રહે.ચુનારાવાડ શેરીનં.૧ રામનાથ મંદીર પાસે રાજકોટ. કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળ કિશોર. આ કામેના આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળ કિશોરો અલગ-અલગ બે ઓટો રીક્ષાનં.GJ-03-BU-9266 તથા રીક્ષાનં.GJ-01-AV-0057 માં ચોરી કરવાના ઈરાદે સંજયભાઈ સુરેશભાઈ ડોડીયા ના ડેલાનું તાળું તોડી અંદરથી વેસ્ટેજ માલના બાચકાની ચોરી કરી પરત ફરતા હતા ત્યારે બહાર ખાટલા ઉપર સુતેલ મરણ જનાર દેવશીભાઈ ઉકાભાઈ સોલંકી ઉ.૬૨ વાળાઓ જાગી ગયેલ અને બુમાબુમ કરતા આ કામેના આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરોએ મરણજનારના શરીરે મોઢાના ભાગે તથા છાતીના ભાગે તથા બન્ને ખભાના ભાગે છરી વડે માર મારી મોત નીપજાવેલ હોવાની કબુલાત આપેલ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


