Gujarat

રાજકોટ સાયબર ફ્રોડમાં ગયેલ નાણા તેમજ મુદ્દામાલ રીકવર કરી “તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” નું આયોજન કરતી બી.ડીવીઝન પોલીસ.

રાજકોટ સાયબર ફ્રોડમાં ગયેલ નાણા તેમજ મુદ્દામાલ રીકવર કરી “તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” નું આયોજન કરતી બી.ડીવીઝન પોલીસ.

રાજકોટ શહેર તા.૩૧/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં ગુમ થયેલ અથવા ચોરાયલ મોબાઈલ ફોન “CEIR” પોર્ટલ નો ઉપયોગ કરી શોધી કાઢવા તેમજ સાયબર ફ્રોડમાં અરજદારોના ગયેલ નાણા પરત અપાવવા તેમજ ગુનામાં ગયેલ મુદ્દામાલ રીકવર કરી ફરિયાદી/અરજદારોને પરત કરાવવા સુચના કરેલ હોય, જે અન્વયે P.I એસ.એસ.રાણે નાઓના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના જે.આર.સોલંકી તથા રાજદિપભાઈ પટગીર તથા સર્વેલન્સ ટીમ દ્વારા અત્રે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ મોબાઈલ ફોનની ફરિયાદ/અરજી ઉપરથી “CEIR” પોર્ટલ તથા હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરી “CEIR” પોર્ટલમાં સતત મોનિટરીંગ કરી છેલ્લા એક મહિનામાં આવા ગુમ મોબાઈલ ફોન પૈકી કુલ-૧૫ મોબાઈલ ફોન જેની કુલ કિ.રૂ.૨,૨૫,૮૯૬ ના શોધી રીકવર કરવામાં આવેલ તેમજ છેલ્લા એક મહિનામાં સાયબર ફ્રોડમાં ગયેલ રકમ પૈકી કુલ રૂ.૩,૧૨,૫૮૬ રીકવર કરવામાં આવેલ તેમજ ગુનામાં ગયેલ મુદ્દામાલ પૈકી કુલ રૂ.૧૭,૪૩,૪૯૯ નો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ એમ કુલ કિ.રૂ.૨૨,૮૧,૯૮૧ નો મુદ્દામાલ આજરોજ બી.ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રજાની બહોળી હાજરીમાં “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને મુદ્દામાલ અરજદારોને પરત કરવામાં આવેલ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250831-WA0065.jpg