Gujarat

બેગલેસ શનિવાર હરિપર પ્રાથમિક શાળા માં “એક વૃક્ષ માં. કે નામ નામ” ઉજવણી

બેગલેસ શનિવાર હરિપર પ્રાથમિક શાળા માં “એક વૃક્ષ માં. કે નામ નામ” ઉજવણી —————— લીલીયા ના હરિપર ભવિષ્યના ભારતના ઘડવૈયા અને વિકસિત ભારત-૨૦૪૭ માં ભારતમાતાને વિશ્વગુરુ બનાવવાની સંકલ્પના ખરાઅર્થમાં સિદ્ધ કરવાની પહેલ કરનાર એવા “બાળદેવો થકી રાષ્ટ્રનું કલ્યાણ” સર્વોપરી ભાવનાને ઉજાગર કરવા તા.૦૫/૦૭/૨૫ ને શનિવારના રોજ “એક વૃક્ષ માં ના નામે” થીમ પર ઈકો કલબ ફોર મિશન લાઈફ, ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન & લિટરેસી, એમ.ઓ.ઇ. & પર્યાવરણ,વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય- ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા તેમજ ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણ સમિતિ-અમરેલીની સૂચના અને માર્ગદર્શનથી એન.ઈ.પી.-૨૦૨૦ એન.સી.એફ.-એસ.ઈ.-૨૦૨૩ મુજબ “બેગલેસ ડે અને આંનદદાયી શનિવાર” અંતર્ગત રચનાત્મક સામાજિક અને સાંસ્કૃતિક ઉત્કર્ષ-ઉત્થાન સંદર્ભે કેળવણી,પર્યાવરણ રક્ષણ ,ડિજિટલ ઇન્ડિયા, સ્વચ્છ ભારત, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આરોગ્યની પાઠશાળા આહાર એજ ઔષધ વગેરે જેવા પ્રોજેકટ થકી પ્રવર્તમાન ૨૧ મી સદીની પરિસ્થિતિ અને પડકારોને પહોંચી વળવા બાળકોની સક્રિય ભાગીદારી-સમન્વયથી “એક વૃક્ષ માતાના નામ” થીમ પર શ્રી હરીપર પ્રા.શાળા તા.લીલીયા જિ.અમરેલીના ધો.૬ થી ૮ ના બાળકોને શિક્ષકશ્રી રાજેશકુમાર એન.પાનસુરીયા દ્રારા વૃક્ષ કુંડા નંગ-૩૫ ના અનુદાન અને માર્ગદર્શન-પ્રેરણાથી નવાચાર-રચનાત્મક વિચારથી કાર્યમાં જોડાવાની પહેલ કરી.શિક્ષણના અનુબંધ સાથે ભાવિ પડકારોનો સામનો કરવા પર્યાવરણના રક્ષણ-જતનના મહત્વકાંક્ષી દ્રષ્ટિકોણથી સર્જનાત્મક અભિગમથી બાળકોમાં સ્ફૂર્તિ, સમુહભાવના દ્રારા “વૃક્ષ વાવો-પર્યાવરણ બચાવો-વરસાદ લાવો”,જળ,જમીન, ચિલ્ડ્રન યુથ સેવા, આપદા મિત્ર,જેવા અનેકાધીન પ્રકલ્પો-ક્ષેત્રો અને પ્રોજેકટ વડે હર્ષોલ્લાસ સાથે પ્રોત્સાહન જોવા મળ્યું.આરોગ્ય પરત્વે ઉપયોગી સરગવો,તુલસી,એલોવેરા,અરડૂસી,પારિજાત,આંબળા,હરડે,નાગરવેલ,ફ્લાવરછોડ,ઔષધીય જડીબુટ્ટીઓ જેવા અનેક બાગ-બગીચાના નિર્માણનું વાવેતર કરી શિક્ષણ સાથે આરોગ્ય અને પોષણ મળે તેવી જાગૃતિની પહેલ કરી “એક વૃક્ષ માં ના નામે “પ્લેટફોર્મ થકી બાળકોને શ્રમ-માવજત નો મહિમા,આદરભાવના ગુણોની ખીલવણી જોવા મળી તદુપરાંત પ્રકૃતિ સાથે જોડાણ અને સેલ્ફ એક્ટિવીટી સાથે સમગ્ર પ્રોજેક્ટનું હેલ્ડહોલ્ડિંગ થતા બાળકોને આત્મસંતોષ,આત્મનિર્ભરતાની ભાવના જોવા મળી. રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250706-WA0106-1.jpg IMG-20250706-WA0105-2.jpg IMG-20250706-WA0107-0.jpg