Gujarat

બાવળામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ

બાવળા પોલીસે ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બે અલગ-અલગ કેસમાં કાર્યવાહી કરી છે. પોલીસે બે ઈસમોને ઝડપી પાડી કુલ ₹52,100/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા પ્રતિબંધાત્મક જાહેરનામાના કડક અમલના ભાગરૂપે કરવામાં આવી હતી.

નાયલોન અથવા અન્ય સિન્થેટીક પદાર્થોથી કોટેડ અને નોન-બાયોડિગ્રેડેબલ ચાઇનીઝ દોરીના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.