પાટણ..
રાધનપુર..
અનિલ રામાનુજ રાધનપુર..
પાટણ : રાધનપુરના ગોચનાદ બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ, જિલ્લા તંત્ર એક્શન મોડમાં
*જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટએ ટેક્નિકલ ટીમ સાથે અબીયાણા-પેદાશપુરા, શબ્દલપુરા અને બનાસ નદીના બ્રિજનું નિરીક્ષણ કર્યુ..*
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પાટણ જિલ્લાનું તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. રાધનપુર હાઈવે પર ગોચનાદ ગામ પાસે આવેલ જર્જરિત બ્રિજ પર 11 જુલાઈથી 8 સપ્ટેમ્બર 2025 સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે જાહેરનામું પ્રસિદ્ધ કરી તાત્કાલિક અસરથી આ નિર્ણય લાગુ કર્યો છે. હવે ભારે વાહનોને રાધનપુર-સિનાડ-ઉણ-થરા-ટોટાણા-રોડા-વેજાવાડા-બોરતવાડા-હારીજ રોડ મારફતે અવરજવર કરવી પડશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશથી જિલ્લા ભરના મહત્વના બ્રિજોની સેફ્ટી ઓડિટ શરૂ કરવામાં આવી છે. કલેક્ટરે ટેક્નિકલ ટીમ સાથે અબીયાણા-પેદાશપુરા, શબ્દલપુરા અને બનાસ નદીના બ્રિજનું નિરીક્ષણ કર્યું છે. માળખાકીય સ્થિતિ, પાણી નિકાલ, રેલિંગ અને ટ્રાફિક દબાણ સહિતના મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી છે.માર્ગ અને મકાન વિભાગને જરૂરી સૂચનાઓ આપી હવે તમામ બ્રિજના ઓડિટ માટે અલગ-અલગ ટીમો ગઠવી દેવાઈ છે. રિપોર્ટ તૈયાર થયા બાદ સરકારને સબમિટ કરાશે.
પાટણ જીલ્લાના રાધનપુરના ગોચનાદ બ્રિજ પર ભારે વાહનો માટે અવરજવર પર પ્રતિબંધ:-
પ્રતિબંધની મુદત:
11 જુલાઈથી 8 સપ્ટેમ્બર 2025 સુધી
સ્થળ:
રાધનપુર-સમી-હારીજ-ચાણસ્મા હાઈવે પર ગોચનાદ ગામ પાસે આવેલ જર્જરિત બ્રિજ
શું નિષેધ છે?
ભારે વાહનો માટે અવરજવર પર તાત્કાલિક પ્રતિબંધ
વિકલ્પીક માર્ગ વ્યવસ્થા સુ કરાઈ:
રાધનપુર → સિનાડ → ઉણ → થરા → ટોટાણા → રોડા → વેજાવાડા → બોરતવાડા → હારીજ
શું પગલાં લેવાયા?
▪️ મુખ્યમંત્રીના નિર્દેશ પર પાટણ જિલ્લામાં બ્રિજ સેફ્ટી ઓડિટ શરૂ
▪️ 3 મોટા બ્રિજનું કલેક્ટર દ્વારા નિરીક્ષણ
▪️ તમામ બ્રિજ માટે અલગ અલગ ઓડિટ ટીમ નિમાઈ
જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટનો હુકમ
“સાવચેત રહો, સલામત રહો