બારડોલી સ્વરાજ આશ્રમ સરદાર વલ્લભભાઈ પટેલ ના માનસ પુત્રીરત્ન પૂજ્ય નિરંજના બા ના સાનિધ્ય માં પરમાર્થ ટ્રસ્ટ દ્વારા નોટબુક થેલા વિતરણ
“વિદ્યાર્થી ઓ માટે શિક્ષણ એ ઉડવા માટે ની પાંખ છે પરમાર્થ ટ્રસ્ટ ભરત માંગુકિયા”
બારડોલી સરદાર વલ્લભભાઈ પટેલ ના માનસ પુત્રી રત્ન પૂજ્ય નિરંજના બા ના સાનિધ્ય માં પરમાર્થ ટ્રસ્ટ દ્વારા નોટબુક થેલા વિતરણ બારડોલી સરદાર વલ્લભભાઈ પટેલ ના પોતુકા મકાન માં પૂજ્ય નિરંજના બા ના સાનિધ્ય માં ચાલતી શાળા માં શિક્ષણ મેળવતી હજારો દીકરી ઓને પરમાર્થ ટ્રસ્ટ ના ઉદારદીલ દાતાશ્રી માનવ સેવા સંઘ છાંયડો હેલ્પીંગ હેન્ડસ ગ્રુપ શ્રી આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી ધનસુખભાઈ ચુડાસમા અમેરિકા શ્રી હિતેશ માંગુકિયા શ્રી જંતીલાલ જ્વેલર્સ સુરત શ્રી વિરલ દેવલિયા ન્યુઝીલેન્ડ સહિત ના આર્થિક સહયોગ થી નોટબુક ચોપડા થેલા વિતરણ માટે પરમાર્થ ટ્રસ્ટ સુરત ના ટ્રસ્ટી શ્રીઓ પધાર્યા હતા
વિદ્યાદાન સર્વ શ્રેષ્ટ છે આવતા ભવિષ્ય નું ઘડતર કરતા શિક્ષણ ક્ષેત્રે આપેલ આર્થિક સહયોગ બદલ દાતા પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરતા પરમાર્થ ટ્રસ્ટ ના ભરતભાઇ માંગુકિયા એ હદયસ્પર્શી સદેશ આપતા જણાવ્યું હતું કે વિદ્યા અમૂલ્ય અને અનશ્વર ધન છે અનંતકાળ સુધી પ્રભાવ પાડતા શિક્ષણ સેવા માં આપેલ પ્રદાન એ ઉત્તમ સમાજ રચના માટે આશીર્વાદ રૂપ છે પરમાર્થ ટ્રસ્ટ માં ઉદારદિલ દાતા સંસ્થા દ્વારા આપેલ એક રૂપિયો સંસ્થા ચીવટ કરકસર અને ખપ પૂરતો જ ખર્ચ કરી સવા રૂપિયા જેટલું કામ કરે છે પ્રમાણિક સ્વંયમ સેવી ઓની અવિરત સેવા એ આજે બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે નોટબુક ચોપડા થેલા વિતરણ કરાયા હતા પરમાર્થ ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત માં જરૂરિયાતમંદ વિદ્યાર્થી ઓના ઉત્તમ ઘડતર માટે ખૂબ પ્રત્યન શીલ છે ઉદારદિલ દાતા શ્રીઓ સખાવતી સંસ્થા ઓની શિક્ષણ ક્ષેત્રે સુંદર સેવા અભિયાન સ્વરાજ આશ્રમ શાળા ખાતે પહોંચતા પૂજ્ય નિરંજના એ ખૂબ રાજીપો વ્યક્ત કરી અંતર થી આશિષ પાઠવ્યા હતા
રિપોર્ટ નટવરલાલ ભાતિયા




