વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના મોરકૂવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી અને સુપરવાઈઝર દ્વારા અવસાન પામેલા પાંચ સભાદોના દૂધ ભરેલું બતાવી તેઓના નામના આવતા નાણાં ઉપાડી લેવાના કૌભાંડનો સાવલીના ધારાસભ્યએ પર્દાફાશ કર્યો છે.
રૂપિયા 40 લાખના આ કૌભાંડની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરતો પત્ર ધારાસભ્યએ બરોડા ડેરીને લખ્યો છે.
ધારાસભ્યએ બનાસ ડેરીના ડિરેક્ટરને પુરાવા સાથે પત્ર મોકલ્યો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીના મેનેજિંગ ડિરેકટરને પુરાવા સાથે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ડેસર તાલુકાના મોરકૂવા ગામની દૂધ ઉત્પાદકો સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી અને સુપરવાઈઝર અને તેમના સાગરીતોએ ગામના અવસાન પામેલા ભુરીબેન રમણભાઇ પરમાર, કાલુભાઇ મહીજીભાઇ પરમાર, ઉદાભાઇ છગનભાઇ ચૌહાણ, અનુપભાઇ ભરતભાઇ પરમાર અને ભીખાભાઇ નાનાભાઇ પરમારના નામે સમયાંતર પ્રતિદિન 60 થી 70 લિટર દૂધ ભરેલું બતાવી તેઓના નામે ફેટ પ્રમાણે તેઓના એકાઉન્ટમાં જમા થતી રકમ ઉપાડી કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કરી તપાસની માંગ કરી છે.
ભુરીબેનના નામે બેંક એકાઉન્ટમાંથી 9.14 લાખ ઉપાડ્યા તેમણે વધુમાં જણાવ્યું છે કે, મોરકૂવા ગામમાં રહેતા ભુરીબેન રમણભાઇ પરમારનું 25-11-2021ના રોજ અવસાન થયું હતું. આમ છતાં તેઓના નામે તા. 22-11-2022થી 19-2-2025 દરમિયાન દૂધ ભરેલું બતાવ્યું હતું અને તેઓએ ભરેલા દૂધ વેચાણ પેટે તેઓના ધ સેન્ટ્રલ કો. ઓપરેટીવ બેંક એકાઉન્ટમાં જમા રૂપિયા 9,14,500 ઉપાડી લીધા હતા.