રાજકોટ ૩૧ ડિસેમ્બર પુર્વે આઇસર ટ્રકમાંથી છાપાની પસ્તીની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ શહેર તા.૧૯/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં ૩૧-ડિસેમ્બરના અનુસંધાને પ્રોહીબીશન તથા જુગારના વધુને વધુ કેસો શોધી કાઢી પ્રોહીબીશન જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અમીતકુમાર અગ્રાવત તથા દિલીપભાઈ બોરીચા તથા વિશાલભાઈ દવે નાઓને મળેલ સંયુક્ત હક્કિત આધારે રાજકોટ બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ જવાના રસ્તે મૈસુર ભગત ચોકડી પાસે રોડ પર જાહેરમાં આરોપીઓએ તેમના હસ્તકની અશોક લેલન આઇસર ટ્રકમાં છાપાની પસ્તીની આડમાં લવાતો ભારતીય બનાવટના ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે. (૧) ધર્મેન્દ્રભાઇ ગોપાલભાઈ ઠાકોર ઉ.૨૭ રહે.ઠાકોરવાસ અમદાવાદી દરવાજાની બહાર નડીયાદ જી.ખેડા (૨) મોહનભાઇ હરજાજી ભીલ ઉ.૫૦ રહે.ભીલવાસ અમદાવાદી દરવાજાની બહાર નડીયાદ જી.ખેડા. આઈસર ટ્રક નં.GJ-03-BY-9552 તથા ઈંગ્લીશ દારૂની બોટલો મળી કુલ મુદ્દામાલ કિ.૨૮,૮૨,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


