Gujarat

બાબરામાં શહિદે આઝમ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુના શહાદત દિવસ એટલે કે 23 માર્ચ 2025 નિમિત્તે ભગત સિંહ યુવા સમિતિ

બાબરામાં શહિદે આઝમ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુના શહાદત દિવસ એટલે કે 23 માર્ચ 2025 નિમિત્તે ભગત સિંહ યુવા સમિતિ બાબરા દ્વારા શહિદ ચોક તેમજ બલિદાન સ્તંભનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ દરમિયાન ભવ્ય તિરંગા રેલી સાથે બાબરા ગામ ક્રાંતિકારીઓના નાદ સાથે ગુંજી ઉઠ્યું. મહત્વનું છે કે આ રેલીમાં બાબરા ગામના દરેક ધર્મના લોકો જોડાયા અને પુરા ભારત દેશમાં કૌમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. શહિદ ચોકમાં દરેક ક્રાંતિકારીઓ અને ભારતીય સેનાના જવાનોની શહાદતને સન્માન રૂપ “બલિદાન સ્તંભ” બનવામાં આવ્યો છે અને શહિદોના ચિત્રો બનવામાં આવ્યા છે. જેનું લોકાર્પણ અમરેલી ના વીર શહિદ મનીષ મહેતાના સુપુત્ર માત્ર ૧૧ વર્ષ ના જેનીશ મનીષભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું. આ પળે બાબરા ના લોકોએ શહિદો અમર રહોના નારા સાથે શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ ઉપલક્ષમાં ભગતસિંહ યુવા સમિતિના જવાનો દ્વારા શહિદો ને પરેડ સાથે સલામી અર્પણ કરી. જે પરેડ આપણે દિલ્હી રાજપથ પર જોતા હોઈ છીએ તે બાબરામાં જોઈ લોકો અતિ ઉત્સાહિત થયા. સાથે સાથે સમિતિના જવાનોએ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની શહાદતને દર્શાવતુ નાટક પણ ભજવ્યું હતું. આમ ગુજરાત અને ભારત દેશ માટે ગૌરવપૂર્ણ શહિદ ચોક લોકોને અર્પણ કરી સમિતિના જવાનોએ વધુમાં વધુ લોકોને આહ્વાહન કર્યું કે લોકો શહિદ ચોકની મુલાકાત લે અને શહિદો ને શ્રદ્ધાંજલિ સાથે સાથે પોતાની અંદર દેશ પ્રેમ જગાડે.

ક્રાંતિકારી કે દેશનો જવાન ત્યારે શહાદત નથી પામતો જ્યારે તેને ગોળી વાગે છે,એ ત્યારે શહિદ થાય છે જ્યારે લોકો એને ભૂલી જાય છે.

રીપીટર:- હિરેન ચૌહાણ બાબરા

IMG-20250326-WA0022-2.jpg IMG-20250326-WA0023-1.jpg IMG-20250326-WA0020-0.jpg