Gujarat

રાજકોટ શહેર રસ્તામાં પડી ગયેલ સોનાનો ચેઇન શોધી કાઢી મુળ માલીકને પરત અપાવતી ભક્તિનગર પોલીસ.

રાજકોટ શહેર રસ્તામાં પડી ગયેલ સોનાનો ચેઇન શોધી કાઢી મુળ માલીકને પરત અપાવતી ભક્તિનગર પોલીસ.

રાજકોટ શહેર તા.૬/૫/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર પોલીસ મીટીંગમાં તેમજ અવાર-નવાર પોલીસ સ્ટેશનની વિઝીટ દરમ્યાન પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળભર્યા સબંધો કેળવવા જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપેલ હોય, જે અનુસંધાને P.I મયુરધ્વજસિંહ.સરવૈયા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડના PSI જે.જે.ગોહીલ તથા ટીમના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહી વિસ્તારના લોકોને મળી તેમની સમસ્યાઓ જાણી પોલીસને લગતા પ્રશ્નોના નિકાલ કરવા પ્રયત્નશીલ રહેલ છીએ. ગઇકાલ તા.૪/૫/૨૦૨૫ ના રોજ અરજદાર મહેશભાઇ તેજાભાઇ ડાભી રહે.ખોડીયારનગર ગોવર્ધન ચોક ૧૫૦ ફુટ રીગ રોડ રાજકોટ વાળા અત્રેના પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ આવીને જાહેર કરેલ કે ગઇ તા.૪/૫/૨૦૨૫ ના રોજ વહેલી સવારના તે તથા તેમના દિકરા અમદાવાદ ગયેલ હોય, અને હુડકો ચોકડી પાસે આવેલ મોગલ ડેરી ખાતે ઉતરેલ થોડીવારમા તેઓના દિકરાએ તેમને જણાવેલ કે, તેમના ખીસ્સામા રહેલ સોનાનો ચેઇન આશરે ૬ તોલા વજનનો કી.રૂ.૬,૦૦,૦૦૦ વાળો રોડ પર પડી ગયેલ અને તેઓને થોડી વાર પછી જાણ થતા આજુ-બાજુ તપાસ કરતા મળી આવેલ ન હોય, જેથી તેઓ પોલીસ સ્ટેશન ખાતે આવીને સધળી હકિકત જણાવતા P.I મયુરધ્વજસિંહ.સરવૈયા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડના PSI જે.જે.ગોહીલ તથા સર્વેલન્સ સ્કોર્ડના કર્મચારી ઓ દ્વારા બનાવ સ્થળની મુલાકાત લઇને આજુ-બાજુ ના CCTV ફુટેજ ચેક કરતાં બનાવમાં અરજદારનો સોનાનો ચેઇન એક મહીલાને મળેલ હોવાની હકિકત અરવિંદભાઇ ફતેપરા તથા રાજદીપસિંહ જાડેજા નાઓને જાણવા મળતા તેઓ CCTV કેમેરા આધારે આ સોનાનો ચેઇન જે મહીલાને મળેલ તેને શોધીને અરજદારનો સોનાનો ચેઇન આશરે 6 તોલાનો કી.રૂ.૬,૦૦,૦૦૦ ટુકા સમયમા પરત અપાવતા અરજદાર મહેશભાઇ તેજાભાઇ ડાભી નાઓને આનંદની લાગણી અનુભવેલ તેમજ તેઓએ ભકિતનગર પોલીસ સ્ટેશન સ્ટાફનો ખુબજ આભાર વ્યકત કરેલ હતો.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250506-WA0057.jpg