Gujarat

રાજકોટ કટારીયા ચોકડી પરના બ્રિજ ડાયવર્ઝન માટે સ્થળ મુલાકાત કરતા મંત્રી ભાનુબેન બાબરીયા.

રાજકોટ કટારીયા ચોકડી પરના બ્રિજ ડાયવર્ઝન માટે સ્થળ મુલાકાત કરતા મંત્રી ભાનુબેન બાબરીયા.

રાજકોટ શહેર તા.૨૧/૭/૨૦૨૫ ના રોજ કેબિનેટ મંત્રી ભાનુબહેન બાબરીયાએ રાજકોટ જિલ્લામાં લોધિકા તાલુકા ખાતે કણકોટ થી કોરાટ ચોક સુધીના રૂડા દ્વારા નિર્માણાધીન રોડનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે કેબિનેટ મંત્રીએ અંદાજે રૂ.૫૦ કરોડથી વધુના ખર્ચે બનનારા રોડની કામગીરી અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી તેમજ રોડનું કામ કેટલા સમય સુધીમાં પૂર્ણ થશે, તેની પણ વિગતવાર માહિતી મેળવી હતી. આ સાથે કટારીયા ચોકડી પર બનતા બ્રિજ પાસે ડાયવર્ઝન રોડની કામગીરીની સ્થળ મુલાકાત કરી નિયત થયેલા માપદંડો અનુસાર થાય તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, રોડ બનવાને કારણે પાળ, કાંગશીયાળી, ઢોલરા, પારડી તથા લોધિકા તાલુકાના વાહનચાલકોની પરિવહન વ્યવસ્થા સુગમ બનશે. વધુમાં તેઓએ સ્થાનિકો સાથે સંવાદ સાધીને રોડની ચાલી રહેલી કામગીરી અંગે પ્રતિભાવ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, રૂ.૫૦ કરોડથી વધુની રકમના ખર્ચે બનનારા લોધિકા તાલુકાના કણકોટ થી કોરાટ રોડની લંબાઈ ૮.૧૩૦ કિમી છે. આ તકે, સંબંધિત વિભાગના અધિકારી/કર્મચારીઓ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250721-WA0051.jpg