ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવી
૦૭/૧૦/૨૦૨૫..
વિકાસ સપ્તાહની ઉજવણીમાં નાગરિકોને સહભાગી થવા જિલ્લા કલેક્ટરશ્રીનો અનુરોધ
જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટરશ્રી સહિત અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ સહભાગી થયા
ભરૂચ – મંગળવાર- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૪ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૦૭ થી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.
વિકાસ સપ્તાહ અંગે માહિતી આપતા ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, ૦૭ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી તરીકે શપથ લીધી હતા. આ ૨૪ વર્ષની વિકાસગાથાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત ૦૭ ઓક્ટોબરે પોષણ ઉત્સવ, મહત્વના સ્થળોનું સુશોભન તેમજ સરકારી તમામ કચેરીઓમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા, ૦૮ ઓક્ટબરે રોજગાર મેળો યોજાશે,
૦૯ ઓક્ટોબરે લખપતિ દીદી અને ડ્રોન દીદી તેમજ અન્યક્ષેત્રોમાં સફળતા મેળવેલ બહેનોને અતિથી તરીકે
બોલાવી શાળાકક્ષાએ પ્રવચનોનો કાર્યક્રમ, સાથે જ યુવાવર્ગની સહભાગીતા માટે ઈન્ટરેકટિવ વર્કશોપ ૧૦ ઓક્ટોબરે
વિકસીત કૃષિ સંકલ્પ અભિયાન તેમજ ભરૂચ ખાતે વિકાસ પદયાત્રાનું આયોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જાહેર સ્થળોની દીવાલો ઉપર ભિંતચિત્રો બનાવીને વિકાસ સપ્તાહની ઉજવણી થશે. ૧૨મી એ મિલેટસ વાનગી હરિફાઈ, ૧૩મી એ મહિલા સશકિતકરણ અવરનેશ, યુવા ઉદ્યોગ સાહસિક સેમિનાર, ૧૪ મીએ ખેતીવાડી વિભાગ દ્રારા કૃષિ વિકાસ દેન ના તેમજ તારીખ કાર્યક્રમ યોજાશે. જ્યારે ૧૫
ઓક્ટોબરના રોજ વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ યોજાશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા સ્ટાર્ટઅપ કોનકક્લેવ, હેકેથોન, નિબંધ સ્પર્ધા, ક્વિઝ, વેબીનાર વર્કશોપ અને રિસર્ચ પેપર પ્રેઝેન્ટેશન કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરશ્રીએ આ પ્રસંગે નાગરિકોને વિકાસ સપ્તાહની ઉજવણીમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
કલેક્ટરશ્રીએ શપથના પ્રારંભે વિકાસ સપ્તાહની ઉજવણીના આયોજન અંગે માહિતી આપી હતી. આ ઉજવણીના ભાગરૂપે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જિલ્લામાં ફરજ બજાવતા તમામ અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
ભારત વિકાસ પ્રતિજ્ઞા
હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે..
* મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ.
* હું સ્વનો વિચાર કરતા પહેલાં સર્વનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ.
* હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ.
* હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ.
* જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી, બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. એક ભારત, શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડિતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ.
* પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન-વચન અને કર્મથી તત્પર રહીશ.
* રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ.
આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી, જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા… ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ..