ભાલતીર્થ કેળવણી મંડળ ની કારોબારી બેઠક યોજાઇ વિવિધ પ્રકલ્પો ના લોકાર્પણ અને વિસ્તૃત પરામર્શ ——————————– “સજ્જન વ્યક્તિ ગામ ના પાદર વચ્ચે ઉભેલા ઘટા ટોપ વૃક્ષ સમાંતર હોય છે સમયાંતરે ફળ અને છાયો બંને આપતા રહે છે ” ——————————— લાઠી તાલુકા ના ભાલવાવ ભાલતીર્થ કેળવણી મંડળ ની ત્રીમાસીક મીટીગ પ્રમુખ શ્રી ધીરુભાઈ વીરાણી ના અધ્યક્ષ સ્થાને મળી હતી તેમાં કા.કારી.પ્રમુખ
મનજીભાઇ વીરાણી.નીયામક શ્રી મનસુખપરીબાપુ ટ્રષ્ટી રમેશભાઈ વીરાણી મેનેજમેન્ટ કમીટીના બાલાભાઇ જસાણી મહીપતસીહ ગોહીલ નાગજીભાઈ માગંરોળીયા જીતુભાઈ વાળા ખાસ મુંબઈ થી પધારેલ હરેશભાઈ વીરાણી રામજીભાઈ વિરાણી કલ્પેશભાઇ સરપંચ નાનજીભાઈ વીરાણી ધીરૂભાઇ માંગુકિયા આચાર્ય એસ ડી બોરીચા સહિત ની ઉપસ્થિતિ માં ભાલતીર્થ કેળવણી મંડળ ની બેઠક માં આગામી દિવસો માં વિવિધ પ્રકલ્પો ના લોકાર્પણ અંગે પરામર્શ સજ્જન વ્યક્તિ ગામ ના પાડર માં ઉભેલા ઘટાટોપ વૃક્ષ સમાંતર હોય છે સમયાંતરે ફળ અને છાયો બંને આપતા રહે છે ભાલતીર્થ ના સ્થાપક
૩૫ વર્ષ પહેલાં અલ્પ અભ્યાસુ વડીલો સ્વર્ગીય ઉકાભાઈ દીયાળભાઈ વિરાણી અને નારણભાઇ પરશોતમભાઈ વિરાણી જેવા કેળવણી પ્રેમી ઓએ વેરાન વગડા વચ્ચે ૧૫ એકર જેટલી જમીન સરકાર માંથી મેળવી અને શિક્ષણ ની જ્યોત પ્રજ્વલિત કરી આસપાસ ના આઠ ગ્રામ્ય વિસ્તારો ભાલવાવ પીપળવા સુરનીવાસ માંગુકા ધામેલ ધામેલપરા હરજીરાધાર ભટવદર અંતરયાળ ગામડા ઓમાં ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ માટે અપનહાથ જગનાથ ની ઉક્તિ એ દાતા ઓના દાન થી પ્રારંભયેલી ભાલતીર્થ કેળવણી મંડળ પરિસર ના ભૌતિક વિકાસ માટે ઉતરોતર તત્પર ઉદારદિલ દાતા ઓ અને સંચાલક મંડળી ની ઉદત ભાવના એ અત્યારે કેળવણી માટે ઘેઘુર વડલો બની આવતા ભારત ના ભવિષ્ય નું મીષ્કર્ષ ઘડતર કરી રહ્યું છે આગામી દિવસો માં નવનિર્માણ વિવિધ પ્રકલ્પો નું દાતા શ્રી ઓના
વરદહસ્તે લોકાર્પણ પૂર્વે ભાલતીર્થ કેળવણી મંડળ ની બેઠક યોજાઇ ભાલ તીર્થ કેળવણી મંડળ ની ઉત્તર બુનિયાદી શાળા નું ૧૦૦% પરિણામ એ શાળા સંચાલક મંડળ અને શાળા પરિવાર ની કપરી કામગીરી ની ફલશ્રુતિ રહી છે તેમ પ્રમુખ ધીરૂભાઇ વિરાણી ની યાદી માં જણાવ્યું હતું. રિપોર્ટ નટવરલાલ ભાતિયા
