Gujarat

ભાવનગરનાં વૈજ્ઞાનિકોએ યુરિન ઇન્ફેક્શન ડિટેક્ટ કરતો સેટ બનાવ્યો, ૨ દિવસના બદલે ૯ કલાકમાં રિપોર્ટ મળશે

હવે મહિલા કે પુરુષને પેશાબની નળીઓમાં થતો ચેપ, એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન નો ટેસ્ટ ફક્ત ૬થી ૯ કલાકમાં થશે અને એ પણ માત્ર ૧૫ રૂપિયાના ખર્ચે બનેલી કિટથી. પહેલાં આ ટેસ્ટમાં ૧ હજારથી માંડીને ૩ હજાર રૂપિયા સુધીનો ખર્ચ થતો અને એનો રિપોર્ટ આવતાં ૩૬થી ૪૮ કલાક થતા હતા. ભાવનગરની CSMCRI (સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મેરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ)ના વૈજ્ઞાનિકોની ટીમે એક એવી કિટ તૈયાર કરી છે, જે દર્દીઓના પૈસાની સાથોસાથ સમય બચાવશે. યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન મહિલાઓમાં જાેવા મળતું સૌથી સામાન્ય બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે. આ ઇન્ફેક્શનની ઓળખ મોડી થવાથી ઘણી વખત કિડની ઇન્ફેક્શન અથવા ગંભીર તકલીફ થતી હોય છે.

CSMCRIના ચીફ સાયન્ટિસ્ટ ડૉ.એસ. હલદર અને પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ કાંતિ ભૂષણ પાંડે તેમજ તેમની ટીમે ૫થી ૬ વર્ષની મહેનત બાદ આ કિટ વિકસાવી છે, જેનાથી યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનની ઓળખ ફક્ત ૬થી ૯ કલાકમાં થઇ જશે. આ કિટ ફક્ત ૧૦થી ૧૫ રૂપિયામાં બને છે, જેનો ઉપયોગ ઓછી તાલીમથી હેલ્થ વર્કર્સ કરી શકે છે અને ઠંડા સ્ટોરેજ વગર સંગ્રહ પણ કરી શકાય છે. આ ટેસ્ટ ઘરે જ થઇ શકશે, લેબોરેટરીમાં જવાની જરૂર નહીં પડે. ઝડપી અને ચોક્કસ રિપોર્ટ આવવાથી સારવારનું પ્રમાણ પણ સુધરશે. પુરુષ કે સ્ત્રીનું યુરિન સેમ્પલ લઇને ૬થી ૯ કલાક એના પર પ્રક્રિયા કરવાની હોય છે. આ મેમ્બ્રેન (કોષ પટલ) છે. આ મેમ્બ્રેન કિટને સેમ્પલમાં નાખ્યા બાદ જાે કોઇ કલર ન આવે તો સમજી લેવું કે બેક્ટેરિયા ખતમ થઇ ગયા છે. જાે સેમ્પલનો કલર બદલાઇને ગુલાબી થઇ જાય તો સમજી લેવાનું કે બેક્ટેરિયા છે અને દવા કામ નથી કરી રહી. નરી આંખે પણ આ પરિણામ જાેઇ શકાય છે.

તેમણે કહ્યું હતું કે અમે એક સરળ પ્રકારની કિટ બનાવી છે. સાદી ભાષામાં કહીએ તો માત્ર ૨ ડબ્બી હોય છે, જેમાં યુરિન મૂકવા સાથે મેમ્બ્રન નાખી ચેક કરવામાં આવે છે. કલર ચેન્જ થાય તો ઇન્ફેક્શન નક્કી થાય છે અને સાથે એ પણ નક્કી થાય છે કે કેવા બેકટેરિયા છે, જેથી કયા પ્રકારની દવા આપવામાં આવે છે એ પણ નક્કી થઇ જાય છે. ‘આ કિટ અનોખી છે, કેમ કે એ ઓછા સમયમાં સચોટ રિઝલ્ટ આપે છે. કિટ સામાન્ય લોકો ઉપયોગ કરી શકે એ માટે બનાવાઇ છે. આના ઉપયોગ માટે કોઇ સ્કિલ ટેક્નિશિયનની જરૂર નથી. કોઇ કિટ ડેવલપ કરવામાં કોઇ સમયમર્યાદા નથી હોતી, પણ આ કિટ બનાવવા પાછળ અમારી ૫થી ૬ વર્ષની મહેનત છે.‘ તેમણે કહ્યું કે, અમારે કરેલા લેબ ટેસ્ટ અને ક્લિનિકલ ટ્રાયલ પ્રમાણે આ કિટ ૧૦૦ ટકા સફળ છે. દૂરના વિસ્તારોમાં જ્યાં માઇક્રો લેબોરેટરી નથી ત્યાં આ કિટ ઘણી કારગત સાબિત થશે.

‘દર્દીઓને ઇન્ફેક્શનનો રિપોર્ટ ઝડપથી જાેઇતો હતો, પણ જૂની પ્રક્રિયામાં ૨-૩ દિવસ લાગી જતા હતા. આ સમસ્યાનો ઉકેલ લાવવા અને લોકોને સમયસર સારવાર મળે એ માટે કિટ બનાવવાનો વિચાર આવ્યો હતો. જૂની પ્રક્રિયામાં બેક્ટેરિયાને વધવા અને ઓળખવામાં સમય લાગતો હતો, જેથી રિપોર્ટ આવતાં ૩૬થી ૪૮ કલાક લાગી જતા હતા. સામાન્ય લેબ ટેસ્ટ મોંઘા હોય છે, કારણ કે એમાં સાધનો અને સમય વધુ લાગે છે. આ કિટ સસ્તી સામગ્રી અને સરળ પ્રક્રિયાથી બનેલી છે, તેથી એની કિંમત ખૂબ ઓછી છે અને સામાન્ય લોકોની પહોંચમાં છે.‘ ‘આ સંશોધન આખી ટીમનું છે. પેશાબના માર્ગમાં થતાં રોગોને યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન કહેવાય છે. આજના સમયમાં યુરિન ઇન્ફેક્શન સાવ સામાન્ય થઇ ગયું છે. ૨૦૨૪ના ડેટા પ્રમાણે આખા વિશ્વમાં ૪૨ કરોડ લોકો આ રોગથી પીડાય છે. એનું મુખ્ય કારણ છે કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઇ જાય છે. વધુ સમય સુધી પેશાબ રોકવાથી, ઓછું પાણી પીવાથી, ઓછી રોગપ્રતિકારક શક્તિ હોય તોપણ આ રોગ થઇ શકે છે.‘ ેં્ૈંનાં લક્ષણો વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે વારંવાર પેશાબ લાગે, પેશાબ કરતી વખતે બળતરા થાય, ઓછો પેશાબ આવે, પેશાબ રોકાઇ-રોકાઇને આવે, કમર અથવા પેટ પાસે દુખાવો થાય, ક્યારેક-ક્યારેક ઘણો થાક અને તાવ પણ આનાં લક્ષણો છે. સારવારની વાત કરતાં તેમણે કહ્યું હતું કે સામાન્ય રીતે એન્ટીબાયોટિક દવા આપીને જ એની સારવાર થાય છે, પણ એના માટે એ ખબર હોવી જાેઇએ કે આ રોગમાં કયા બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે. ‘ેં્ૈં પુરુષ કે મહિલા એમ ગમે તેને થઇ શકે છે. મહિલાઓને ઘરની જવાબદારી વધુ હોવાથી ઘણીવાર તે આવી સમસ્યાઓ નથી જણાવી શકતી. જ્યારે આ રોગ મોટું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે ખબર પડે છે.‘