Gujarat

નિપુણ ભારત અંતર્ગ છોટાઉદેપુર તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધામાં ભીલપુર શાળાની બાળાઓ પ્રથમ અને દ્વિતીય ક્રમાંકે

નિપુણ ભારત અંતર્ગત છોટાઉદેપુર તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધા બી.આર.સી. ભવન ખાતે યોજાઈ હતી. જેમાં ભીલપુર ગૃપ ઉચ્ચ પ્રાથમિક શાળામાંથી ધોરણ 3 થી 5માં વાર્તા કથનમાં રાઠવા ક્રિષ્નાબેન વિક્રમભાઈ, ધોરણ 6 થી 8માં વાર્તા લેખનમાં રાઠવા રીંકલબેન વિક્રમભાઈ  તથા વાર્તા કથન બાલવાટિકા થી ધોરણ 2સુધીમાં રાઠવા રોહનભાઈ સુભાષભાઈએ ભાગ લીધો હતો.
જેમાં રાઠવા ક્રિષ્ણાબેન વિક્રમભાઈ ધોરણ 3થી5ની સ્પર્ધામાં પ્રથમ નંબર અને રાઠવા રિંકલબેન વિક્રમભાઈ. ધોરણ 6થી 8ની સ્પર્ધામાં દ્રિતીય  ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. જેઓને રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.
 વાર્તા સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ બાળકોને માનનીય ટીપીઓ તથા બીઆરસી દ્વારા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.શાળાનો ઉત્સાહિત તમામ સ્ટાફ બાળકોને સુંદર તૈયારી કરવી હતી.ગૃપાચાર્ય આર.સી. રાઠવા એ સ્પર્ધાને પાર પાડવા અથાગ પ્રયત્નો કર્યા હતા. અને ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરવા બદલ નાનકડા ભૂલકાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર