Gujarat

ભુજના ત્રણ પરબ એક દાયકાથી છુપાવી રહ્યા છે રાહદારીઓની તૃષ્ણા

ભુજના જનરલ હોસ્પિટલ બહાર આજથી 13 વર્ષ પહેલાં મિતેશ શાહ દ્વારા દાતા દેવરાજ કરસન વરસાણી તથા પ્રશાંત શાહના સહયોગથી હંગામી પરબ શરૂ કરાઈ હતી.

જેનો અનેક લોકો લાભ લેતા ત્યાં પરિસ્થિતિ જોઈ ભદ્રેશ મહેતાએ કાયમી ધોરણે પાકી પરબ શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે અંતર્ગત મિતેશ શાહે જરૂરી કાર્યવાહી કરી દાતા ભદ્રેશ મહેતાના કાનુબેન ત્રિભુવન મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાકી કાયમી પરબ શરૂ કરાઈ હતી.

જેનો બહોળી સંખ્યામાં લાભ લેતા વધુ એક સ્થળે લાલ ટેકરી પર 12 વર્ષ પહેલા ભદ્રેશ મહેતા દ્વારા ભીલવાસમાં તેમના માતાના નામે પરબ સાથે ચબૂતરો શરૂ કરાયો હતો.

સ્થાનિક રાજુભાઈ ભીલે પણ સહયોગ આપ્યો હતો. સિટી બસ સ્ટેશન પાસે પણ મિતેશ શાહે જરૂરી કાર્યવાહી કરી આજથી 11 વર્ષ પહેલાં ચિરાગ શાહના સહયોગથી તેમના પિતા સ્વ.કીર્તિકુમાર શિવલાલ શાહની સ્મૃતિમાં પરબ સાથે ચબૂતરો શરૂ બનાવ્યો હતો.

આજે ત્રણ પરબ અનેક લોકોની તૃષ્ણા ઠારે છે. ત્રણ પરબ બે સિનિયર સિટીઝન તથા એક બેન જાળવણી કરી રહ્યા છે તેમને પણ રોજગારી મળી રહી છે. એક દાયકાથી ત્રણ પરબનું સંયોજન મિતેશ શાહ દ્વારા થઈ રહ્યું છે.