બિહાર વિધાનસભા ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં NDA ગઠબંધનનો વિજય થયો છે. આ વિજયની ઉજવણી કાલાવડમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી હતી.

ભાજપના કાર્યકરો અને આગેવાનોએ ફટાકડા ફોડી, આતિશબાજી કરીને અને મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી.
આ ઉજવણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદભાઈ ભંડેરી, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ પટવા, શહેર ભાજપ પ્રમુખ નીરવભાઈ ભટ્ટ, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા, નગરપાલિકા પ્રમુખ રંજનબેન રાખોલીયા અને તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રિકાબેન પાનસુરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

