Gujarat

સુરેન્દ્રનગર માં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

તા. ૨૨-૦૭-૨૦૨૫ ના રોજ શ્રીમતી એસ.જે. વરમોરા BBA & BCA મહિલા કોલેજ ખાતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી – સુરેન્દ્રનગર તથા રોટરી ક્લબ ઑફ વઢવાણ મેટ્રોના સહયોગથી એક રક્તદાન કેમ્પ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૩૯ દાતાઓએ સજાગતાથી રક્તદાન કર્યું.

આ સેવાયજ્ઞમાં રેડક્રોસના ચેરમેન શ્રી કલ્પેશભાઈ સંઘવી, શ્રી સંજયભાઈ સંઘવી, શ્રી કિરીટભાઈ ત્રિવેદી, શ્રી કલ્પેશ શાહ, પંકજભાઈ ઉપાધ્યાય તથા રોટરી વઢવાણ મેટ્રોના પ્રમુખ શ્રી પ્રણવ મહેતા, સેક્રેટરી શ્રી ઉમંગ શાહ, પ્રોજેક્ટ ચેરમેન મયંક ચાવડા તેમજ કિરીટભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.

રોટરીના અન્ય સભ્યો પણ ઉત્સાહભેર હાજર રહ્યા હતા અને બ્લડ ડોનેશન કરેલ હતું. કોલેજ તરફથી ટ્રસ્ટીઓ, પ્રિન્સીપલ શ્રી નયનભાઈ ભાઈ, વાઇસ પ્રિન્સીપલ શ્રી મિતલબેન શાહ, તથા તમામ સ્ટાફ સભ્યો દ્વારા ઉત્તમ સહયોગ આપવામાં આવ્યો હતો. વિશેષ કરીને સામાજિક કાર્યકર શ્રી ગોવિંદકાકાએ બ્લડ ડોનેશનના સમગ્ર આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ કેમ્પનું સંચાલન સી. યુ. શાહ મેડિકલ કોલેજની બ્લડ બેંક દ્વારા શ્રેષ્ઠ વ્યવસ્થા સાથે કરવામાં આવ્યું હતું.