અમીરગઢના કિડોતર ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં એક કિશોરીનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો છે. રબારી પરિવારની આ કિશોરી 15મી તારીખથી ગુમ થઈ હતી, પરંતુ પોલીસે તેની ફરિયાદ 19મી તારીખે નોંધી હતી, જે અંગે પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે.
દુ:ખદ ઘટનાને વધુ ગંભીર બનાવતા પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તેમની દીકરીની હત્યા કરીને મૃતદેહને કૂવામાં ફેંકી દેવામાં આવ્યો છે. પરિવારનું કહેવું છે કે જો પોલીસે સમયસર કાર્યવાહી કરી હોત તો કદાચ તેમની દીકરી આજે જીવતી હોત.
આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે રોષની લાગણી ફેલાવી છે. પરિવારના સભ્યોએ જણાવ્યા મુજબ, તેઓ છેલ્લા એક અઠવાડિયાથી પોતાની દીકરીની શોધખોળમાં લાગ્યા હતા. કિશોરીના ગુમ થયા બાદ તેઓએ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી, પરંતુ પોલીસે ફરિયાદ નોંધવામાં ચાર દિવસનો વિલંબ કર્યો હતો.

હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કૂવામાંથી મૃતદેહને બહાર કાઢ્યો છે અને તપાસની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને પરિવારજનો ન્યાય માટે માંગ કરી રહ્યા છે. સ્થાનિક લોકોએ પણ પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે અને ન્યાયની માંગ સાથે આગળ આવ્યા છે.
આ અંગે દીકરીના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી ઘરેથી નીકળી ગઈ હતી, સાંજેની તપાસ કરતા આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી પણ મળી નહીં જે બાદ અમે પોલીસ સ્ટેશનને રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ પોલીસમાં કોઈએ અમારું વાત સાંભળી ન હતી. પોલીસ અમને કહ્યું તમે પણ ગોતો અને અમે પણ ગોતીએ સત્વરે મળી જશે.
જો પોલીસે સત્વરે કાર્યાવાહી કરી હોત તો મારી દીકરી જીવીત હોત. આ અંગે મદદનિશ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું અત્યારે બોડી કુવામાંથી નિકાળવામાં આવી છે. પાલનપુર ખાતે પેનલ પીએમ અર્થ ખસેડવામા આવી છે પેનલ પીએમ રીપોર્ટ બાદ જાણ કરવા આવશે.

