મેંદરડા : પોલીસ દ્વારા એક મકાનમાંથી ૧.૫૮ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો બુટલેગર ફરાર
જુનાગઢ રેન્જ પોલીસ મહાન નિરીક્ષક નિલેશ ઝાઝડીયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા જુનાગઢ જિલ્લામાં પ્રોહી/જુગાર ની પ્રવૃત્તિ પર વોચ રાખી નાબૂદ કરવા હુકમ કરવામાં આવેલ જે બાબતે મદદનીશ પોલીસ અધિક્ષક રોહિત કુમાર ડાગર વિસાવદર ના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ, એસ એન સોનારા ને ચોક્કસ બાતમી મળેલ હતી કે મેંદરડા ના વાલમ ચોક વિસ્તારમાં રહેતો પૃથ્વીરાજ દેશુરભાઈ વાળા પોતાના મકાન પાસે આવેલ પડતર મકાનમાં ગેર કાયદેસર ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો હોવાની બાતમી મળતા
મેંદરડાના ઇન્ચાર્જ મહિલા પીએસઆઇ એસ એન સોનારા, હે.કો.અરવિંદ હેરભા,પો.કો. કમલેશ પાથર,પો.કો.દિનેશ ચાવડા,ડી.બી પરમાર , દિનેશ બંધીયા, કેતન મકવાણા વગેરે પોલીસ સ્ટાફ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો
ત્યારે મકાનની તલાસી લેતા ઇંગ્લિશ દારૂ ની વિવિધ પ્રકારની બ્રાન્ડની નાની મોટી ૮૪૧ બોટલો મળી આવેલ હતી પોલીસે રૂપિયા ૧.૫૮.૯૫૦ ની કિંમત નો વિદેશી દારૂનો જથ્થો કબજે કરેલ હતો જ્યારે બુટલેગર પૃથ્વીરાજ વાળા સ્થળ પર હાજર નહી મળી આવતાં તેની સામે ધોરણ સરની કાર્યવાહી કરવામાં આવેલ હતી
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા



