Gujarat

બોટાદ 181 અભયમ,પોલિસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર અને શી ટીમ દ્વારા ભૂલા પડી ગયેલ વૃધ્ધાને સોશિયલ મીડિયાના માધ્યમથી તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ

બોટાદ 181 અભયમ,પોલિસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર અને શી ટીમ દ્વારા ભૂલા પડી ગયેલ વૃધ્ધાને સોશિયલ મીડિયાના માધ્યમથી તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ

181 અભયમ ટીમના કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ,મહિલા કોન્સ્ટેબલ માયાબેન સોનગરા અને પાયલોટ રજુભાઈ ની માનવતાવાદી કામગીરી…

એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી જણાવેલ કે બોટાદ તાલુકાના એક ગામમાં એક અજાણી વૃધ્ધા જેમની ઉંમર આશરે 85 વર્ષ હશે તેઓ એકલા બેઠા છે ક્યાં જવું છે તે બાબતે પૂછવા છતાં કશું બોલતા નથી જેથી મદદની જરૂર છે.
આ માહિતી મળતા તરત જ ફરજ પરના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન મહિલા કોન્સ્ટેબલ સોનગરા માયાબેન અને પાયલોટ રજુભાઈ સ્થળ પણ પહોંચેલ 181 ટીમે વૃધ્ધા ની સાથે શાંતચીત સ્વભાવે પૂછપરછ કરેલ તેમનું નામ,સરનામું તેમના પરિવારના સભ્યોના નામ કે મોબાઈલ નંબર જાણવાના પ્રયત્ન કરેલ પરંતુ તેઓએ અલગ-અલગ વિસ્તારના નામ જણાવ્યા હતા બીજું કાંઈ જ યાદ ના હતુ.ઘટના સ્થળપર હાજર હતા એ લોકોને પૂછપરછ કરી તેમજ આજુ-બાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવેલ પરંતુ વૃધ્ધા ને કોઈ ઓળખતા ન હતા તેથી 181 ટીમ વૃધ્ધાને બોટાદ મહિલા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ અને 181 ટીમ,PBSC સેન્ટર ના કાઉન્સેલર મકવાણા રીંકલબેન તેમજ શી ટીમ ના કર્મચારી સંકલનમાં રહી સોશિયલ મીડિયા તેમજ આગેવાનો અને દુકાનદારો ના સંપર્કમાં રહીને અલગ-અલગ જણાવેલ વિસ્તારમાં તપાસ કરતા વૃધ્ધા ના પરિવારને શોધી કાઢ્યા હતા.અને તેમના દીકરાઓ સાથે ફોન પણ વાતચીત કરી જાણ કરેલ.વૃધ્ધા ના પરિવારના સભ્યો તાત્કાલિક મહિલા પોલીસ સ્ટેશન ખાતે આવેલ વૃધ્ધા ના પરિવારને પૂછપરછ કરતા જણાવેલ કે તેઓ બોટાદ સી.ટી વિસ્તારના રહેવાસી છે વૃધ્ધા માનસિક રીતે અસ્વસ્થ હોવાથી આજ રોજ સવારે ઘરની બહાર બેઠા હતા અને ઘરે કહ્યા વગર બહાર જતા રહ્યા હતા તેઓએ આજુબાજુના વિસ્તારમાં શોધવાના ઘણા પ્રયત્નો કરેલ પરંતુ વૃધ્ધ માજી મળેલ નહી ત્યારબાદ 181 ટીમ અને PBSC સેન્ટર અને શી ટીમ દ્વારા વૃધ્ધા નું કાળજી પૂર્વક ધ્યાન રાખવાનું પરિવારના સભ્યોને સમજણ આપી અને રોજ ટાઈમ પણ દવા આપવાનું જણાવેલ.વૃધ્ધા ના પરિવારના સભ્યોએ જણાવેલ કે તેઓ હવે પછી વૃધ્ધા નું વધુ સારી રીતે સંભાળ રાખશે.વૃધ્ધા ના પરિવારના સભ્યો પાસેથી ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા લઇ નિવેદન લેવામાં આવેલ ત્યારબાદ વૃધ્ધા નો કબજો તેમના પરિવારના સભ્યોને સોંપેલ.વૃધ્ધા ના પરિવાર દ્વારા 181 અભયમ ટીમ અને PBSC સેન્ટર તેમજ શી ટીમ નો આભાર વ્યક્ત કરી કામગીરીને બિરદાવી હતી..

તસવીર:વિપુલ લુહાર,બોટાદ

IMG-20250120-WA0063-1.jpg IMG-20250120-WA0062-0.jpg