બરવાળા-પોલારપુર રોડ ઉપર ચાલુ કારે બેગ પડી જતા બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે મૂળ માલિકને શોધી બેગ પરત કરી
ટ્રાફિક પોલીસે કાર ચાલકના નંબર ઉપરથી નામ,સરનામું ફોન નંબર મેળવી મુળ માલિકને શોધીને બેગમાં રહેલો જરૂરી સામાન સહી સલામત પરત કરતા બેગ ના માલિકે ટ્રાફિક પોલીસ નો આભાર માન્યો..
બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસના પી.એસ.આઇ એ.એમ.રાવલ અને તેઓની ટીમ બોટાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે જિલ્લા ટ્રાફિક મહિલા પી.એસ.આઇ. એ.એમ. રાવલની એક ટીમ આજરોજ બરવાળા તાલુકામાં પેટ્રોલિંગ કરી હતી તે દરમિયાન બરવાળા-પોલારપુર હાઇવે રોડ ઉપર એક વાહનચાલકની બેગ રોડ ઉપર પડી ગઈ હતી તે સમય દરમિયાન ત્યાંથી જિલ્લા ટ્રાફિક પોલીસની ગાડી પસાર થતા ટ્રાફિક પોલીસે ગાડી ઉભી રાખીને બેગ લઈને તપાસ કરી ગાડી ના નંબર ઉપરથી નામ સરનામું ફોન નંબર મેળવી બેગમાં જરૂરી સામાન સાથે બારડોલી ના હરેશભાઈ પટેલ બેગના મૂળ માલિક હતા તેઓને શોધીને આ બેગ પરત આપતા બેગ ના મુળ માલિક ને આ બેગ પરત મલતા તેઓએ બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસની આ પ્રશંસનીય અને માનવતાવાદી કામગીરીને બિરદાવી હતી.અત્યારે ઉલ્લેખનીય છે કે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસના મહિલા પી.એસ.આઇ.એ.એમ. રાવલ અને ટ્રાફિક પોલીસની ટીમ સમગ્ર બોટાદ જીલ્લામાં બિરદાવા લાયક તેઓ અને તેઓની ટીમ કામ કરી રહી છે અવારનવાર લોક ઉપયોગી કાર્ય તેમજ પેટ્રોલિંગ દરમ્યાન કોઈ પણ લોકોની વસ્તુ પડી જતી હોય અને ટ્રાફિક પોલીસના હાથમાં આવે તો કોઈપણ ભોગે તેઓ મહેનત કરીને મૂળ માલિક સુધી પહોંચીને માલિકને શોધીને તેઓની તમામ વસ્તુ સહી સલામત પરત આપીને એક ઉમદા કાર્ય કરી રહી છે ત્યારે આ બારડોલી ના કારચાલકની બેગ બરવાળા અને પોલારપુર વચ્ચે રોડ ઉપર પડી ગઈ હતી જિલ્લા ટ્રાફિક પોલીસ ની ટીમ ત્યાંથી પસાર થતાં તેઓને આ બેગ મળી તેઓએ મૂળ માલિક સુધી પહોંચીને બેગ પરત કરતા જિલ્લા ટ્રાફિક પોલીસની કામગીરીને સો-સો સલામ છે..
તસવીર:વિપુલ લુહાર,બોટાદ


