Gujarat

લગ્ન અને ખોટી વાતોના મુદ્દે ધારીયા-ડંડાથી હુમલો, 8 ઘાયલ, બંને પક્ષોએ નોંધાવી ફરિયાદ

મહેમદાવાદના ગોઠાજ ગામમાં બે પાડોશી પરિવારો વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું છે. લગ્નમાં ન આવવા દેવા અને ખોટી વાતો ફેલાવવાના મુદ્દે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને પક્ષો વચ્ચે થયેલી મારામારીમાં કુલ 8 વ્યક્તિઓ ઘાયલ થયા છે.

પ્રથમ ફરિયાદી નોફીજમીયા પીરૂમીયા મલેકના જણાવ્યા અનુસાર, મહેબુબમીયા રફીકમીયા મલેક સહિત ચાર વ્યક્તિઓએ લાકડાના ડંડા સાથે તેમના ઘરે આવી હુમલો કર્યો હતો.

આરોપીઓએ સલમાન અને તેમના ઘરના સભ્યોને લગ્નમાં ન આવવા દેવાનો આક્ષેપ કરી હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી.

સામા પક્ષે મહેબુબમીયા રફીકમીયા મલેકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, નોફીજમીયા સહિત ચાર વ્યક્તિઓએ નવરંગમિયાને ખોટી વાતો કહેવાનો આરોપ મૂકી ધારીયા અને ડંડા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પણ ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી.

તમામ ઘાયલોને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ખેડા ટાઉન પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.