Gujarat

સ્વચ્છ ભારત મિશનના બ્રાંડ એમ્બેસેડરે 3R અભિગમ સમજાવ્યો, કાપડની થેલીના ઉપયોગનું સૂચન

વેરાવળમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પર્યાવરણ બચાવો ઝુંબેશ અંતર્ગત એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના યોગભવન ખાતે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સેમિનારમાં નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન સિકોતરિયા, સેનિટેશન ચેરમેન રાજુભાઈ ગઢીયા અને ચીફ ઓફિસર પાર્થિવભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

સ્વચ્છ ભારત મિશન-BMCના બ્રાંડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશીએ જૈવ વિવિધતા અને પ્લાસ્ટિકના ઉપયોગ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું.

તેમણે પ્લાસ્ટિકના ઘટાડો (Reduce), પુન:ઉપયોગ (Reuse) અને પુન:ચક્રીકરણ (Recycle)ની વિગતવાર સમજ આપી.

કાર્યક્રમમાં વેપારીઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો. ડૉ. દોશીએ પ્લાસ્ટિકની કેરીબેગને બદલે ખરીદી માટે ઘરેથી કાપડની થેલી લાવવાનો અનુરોધ કર્યો. સેમિનારના અંતે સર્વે ઉપસ્થિતોએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાના શપથ લીધા.